કાઠી દરબાર સમાજ દ્ભડ્ઢઈ્‌ ગાંધીનગર ટીમ તથા કાઠી સમાજના અગ્રણી આગેવાનોએ આજે ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન મોરચાના માજી પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે, જીતેન્દ્રસિંહ વાઘેલા જેવા કર્મશીલ અને પ્રજાવત્સલ અધિકારીની ગીર સોમનાથ જિલ્લામાં નિયુક્તિ થવાથી સમગ્ર જિલ્લાને લાભ થશે. જીએસટી અધિકારી રાજેન્દ્રભાઈ ખુમાણે કહ્યું કે, વહીવટ અને સમાજ સાથે મળીને કામ કરે તો વિકાસની ગતિ બમણી થાય. કલેક્ટરના અનુભવનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે. જીતેન્દ્રસિંહ વાઘેલાએ પણ સમાજના આગેવાનોનો આભાર માનતા જણાવ્યું કે, જિલ્લાના દરેક સમાજના પ્રશ્નોને પ્રાથમિકતા આપી નિરાકરણ લાવવામાં આવશે.
આ તકે ભાણકુભાઈ ચાંદુ, ડીવાયએસપી વી.ડી. વાળા, કાર્તિકભાઈ ધાંધલ, શિવરાજભાઈ કોટીલા, હકુભાઈ ખાચર, મનુભાઈ ધાખડા પણ ઉપસ્થિત રહ્યા હતા.