અમરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક-કમ-કુક, રસોયા અને મદદનીશની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. નાના ગોખરવાળા, મોટા માચીયાળા, મેડી, માલવણ અને રીકડીયા જેવી શાળાઓમાં સંચાલક-કમ-કુકની જરૂરિયાત છે. જ્યારે બહારપરા કુમાર શાળા, કે.કે. પારેખ, કાઠમા, ચાંદગઢ, ચક્કરગઢ, તરવડા, પાણીયા, ફતેપુર, મોટા માંડવડા, લાપાળીયા અને શેડુભાર-પ્લોટ શાળામાં રસોયાની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ગુરૂકૃપા-૩, દેવભૂમિ દેવળીયા, લાલાવદર અને વરસડા પ્રાથમિક શાળાઓમાં મદદનીશની આવશ્યકતા છે. સંચાલક-કમ-કુક પદ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ ૧૦ પાસ હોવી જોઈએ તેમજ વયમર્યાદા ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. લાયકાત ધરાવતા રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી પત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવાસદન, ગ્રાઉન્ડ ફ્‌લોર, રાજમહેલ કેમ્પસ, અમરેલી ખાતેથી મેળવવાનું રહેશે.