સાવરકુંડલા ખાતે ક્રિકેટપ્રેમીઓ માટે આયોજિત ‘નાવલી પ્રીમિયર લીગ સીઝન-૨’ (દ્ગઁન્) નો ભવ્ય શુભારંભ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને જયવીરનાથ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ મહાકુંભમાં સાવરકુંડલા વિધાનસભા વિસ્તારની કુલ ૪૮ ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે સાવરકુંડલા શહેરની મહિલા ક્રિકેટ ખેલાડીઓની બે ટીમો વચ્ચે રોમાંચક પ્રારંભિક મેચ રમાઈ હતી, જેમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.આ પ્રસંગે દીપકભાઈ માલાણી, અનિરુધ્ધસિંહ રાઠોડ, નયનાબેન કાપડિયા, રજનીભાઈ ડોબરિયા સહિત નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































