જાફરાબાદના શિયાળબેટ ગામે રહેતા સાગરભાઈ લાખાભાઈ શિયાળએ આરોપી શીવાભાઈ નગાભાઈ શિયાળ (રહેવાસી શિયાળબેટ, તાલુકો જાફરાબાદ) વિરુધ્ધ કરતી ફરિયાદ નોંધાવી છે. ફરીયાદનમાં જણાવાયું છે કે ભૂતકાળમાં આરોપી અને તેના પરિવારના સભ્યોએ ફરીયાદી તેમજ તેના ભાઈ અજયભાઈને રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે માર મારેલો હતો. જેથી ફરિયાદીએ તારીખ ૨૧/૦૭/૨૦૨૫ ના રોજ આરોપીઓ સામે કુલ ત્રણ ફરિયાદો દાખલ કરી હતી. આ અગાઉના કેસોનું વેર રાખીને, આરોપીએ તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ શિયાળબેટ ગામે ફરિયાદીને આંતરીને કોર્ટમાંથી તમામ કેસો પાછા ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. આરોપીએ કોર્ટમાં કોઈ પણ પ્રકારની ગવાહી ન આપવા માટે ફરિયાદીને ધમકાવીને જો કેસ પાછા નહીં ખેંચાય તો ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના ટાંટિયા ભાંગી નાખવાની તેમજ તેઓને જાનથી મારી નાખવાની આપવામાં આવતા ફરીયાદીએ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.









































