રાજકોટના શિવાલિક એપાર્ટમેન્ટમાં શુક્રવારે એક મહિલાનો લોહીલૂહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જાકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પતિની વંથલી નજીકથી ધરપકડ કરી હતી. હવે આ કેસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે, મૃતક શિલ્પાનો જીતુ નામના શખ્સ સાથે છેલ્લા ૨ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેથી પતિ અલ્તાફ અને પત્ની શિલ્પા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કારણે એક દિવસ ગુસ્સામાં આવીને અલ્તાફે પત્ની શિલ્પાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના શિવાલિક એપાર્ટમેન્ટમાં શિલ્પા લાલાણી (ઉં.વ ૪૦) નામની એક મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ શિલ્પાની ભાણેજ નાયબ રહીમભાઈ જીવાણી (ઉં.વ ૨૩)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માસા અલ્તાફ ઉર્ફે બટુક જાફર લાલણી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફરાર આરોપી અલ્તાફ ઉર્ફે બટુક જાફર લાલાણીને વંથલી નજીકથી દબોચી લીધો હતો અને હત્યા પાછળનું કારણ જાણવા માટે તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અલ્તાફે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે શિવાલિક એપાર્ટમેન્ટમાં પત્ની શિલ્પા, ૧૫ વર્ષના દીકરા શ્રેયસ અને ૨૩ વર્ષીય ભાણેજ નાયબ રહે છે. જ્યારે તેની ૨૨ વર્ષીય દીકરી અમદાવાદમાં નોકરીની સાથે અભ્યાસ કરે છે. તે રૈયાધાર વિસ્તારમાં કરિયાણાની દુકાન ચાલવે છે. તેની પત્ની શિલ્પાને રૈયાધાર વિસ્તારમાં જ રહેતા જીતુ નામના શખ્સ સાથે પ્રેમ સંબોધો હતા. જેના વિશે તેને ખબર પડી ગઈ હતી. તેણે અનેકવાર જીતુ સાથે કોઈ સંબંધ ન રાખવા માટે પત્ની શિલ્પાને સમજાવી હતી. આ કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતાં હતા.
શુક્રવારે જ્યારે અલ્તાફ દુકાને હતો, ત્યારે જીતુની પત્ની ભાનુ ત્યાં આવી હતી અને મોટે-મોટેથી બોલવા લાગી હતી કે, ‘તારી પત્નીને સમજાવી દે, તે હજુ પણ મારા પતિને મેસેજ કરે છે. મેં તે બંનેની ચેટ પણ વાંચી છે, જા તારે ખાતરી કરવી હોય તો ઘરે જઈને તારી પત્નીનો મોબાઈલ ચેક કર એટલે તને બધી ખબર પડી જશે.’ આટલું સાંભળતા જ અલ્તાફનો પિત્તો છટક્યો હતો અને તે તાત્કાલિક દુકાન બંધ કરીને ઘરે ગયો હતો.
ઘરે જઈને તેણે પત્ની શિલ્પા પાસે મોબાઈલ માંગ્યો હતો, આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જાત જાતામાં મોટા ઝઘડામાં પરિણમી હતી, જેથી અલ્તાફે ગુસ્સા આવીને લોખંડની હથોડી ઉઠાવીને પત્ની શિલ્પાના માથામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન ભાણેજ નાયબ જીવાણી વચ્ચે પડતા, અલ્તાફ તેની પાછળ પણ હથોડી લઈને ભાગ્યો હતો. જાકે, ભાણેજ જીવ બચાવીને એપાર્ટમેન્ટના પા‹કગમાં ભાગી ગઈ હતી.
પત્નીને માથામાં હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી અલ્તાફ ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે તેને ઝડપીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે. એક તરફ માતાની ઘાતકી હત્યા અને બીજી તરફ પિતા જેલના સળિયા પાછળ ધકેલાતા બંને સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.