ગુજરાતના દરિયાકાંઠાને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓનો નિશાન બનાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુન્દ્રા પોર્ટની નજીક એમવી યુરોપ કાર્ગો વેસલમાંથી આશરે ૧૧૫-૧૧૯ કિલો શુદ્ધ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. આની અંદાજિત કિંમત ૧,૦૦૦થી ૧,૧૮૯ કરોડ વચ્ચે છે. આ ગુજરાત એટીએસની અત્યાર સુધીની સૌથી મોટી કોકેઇન જપ્તી છે.
૨૫-૨૬ મે ૨૦૨૬ની રાત્રે મુન્દ્રા પોર્ટથી આશરે ૫-૧૦ નોટિકલ માઇલ દૂર બહારના એન્કરેજ વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.એટીએસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વેસલ પરથી માલને મધ્ય દરિયામાં ફેંકવાની તૈયારી હતી. સંયુક્ત ટીમે વેસલ પર સ‹ચગ કરતાં સંદેહાસ્પદ હિલચાલ જાઈ અને દરિયામાં તરતા ૫ બેગ્સ કબજે કરી. આ બેગ્સમાંથી ૧૧૫ પેકેટ્સ (લગભગ ૧ કિલો વજનના) મળ્યા, જેમાંથી પ્રાથમિક તપાસમાં કોકેઇનની પુષ્ટિ થઈ.
વેસલ પરથી તાંઝાનિયન નાગરિક જુમા નાસિર ઓમરની ધરપકડ કરવામાં આવી. અન્ય તાંઝાનિયન નાગરિક ન્ગીટ નાસોરો જુમાને સ‹ચગ દરમિયાન દરિયામાં કૂદી ગયો હતો, જેની શોધ ચાલુ છે.એટીએસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી નાઇજીરીયન નાગરિક કેલ્વિન ચુક્વુઆમા અને યુગાન્ડા નાગરિક બ્યારુહંગા જેમ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓને ગુજરાત લાવવામાં આવી રહ્યા છે
તપાસમાં સામે આવ્યું છે કે આ કોકેઇન બ્રાઝિલમાંથી લોડ કરવામાં આવ્યું હતું. વેસલે ૧૯૬ દિવસની લાંબી મુસાફરી કરી હતી, જેમાં ૭ દેશોના ૨૩ પોર્ટ્સમાં આશરે ૪૦ સ્ટોપ્સ કર્યા હતા. રૂટમાં મેક્સીકો, અમેરિકા, પાકિસ્તાન અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. જપ્તી પહેલાં વેસલ જેએનપીટી (મુંબઈ) પણ આવી હતી.ડ્રગ્સને વેસલના મોટર રૂમમાં છુપાવવામાં આવ્યા હતા. મધ્ય દરિયામાં ટ્રાન્સફર માટે એન્ક્રિપ્ટેડ એપ્સ અને સેટેલાઇટ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવાનું આયોજન હતું, જેથી ટ્રેકિંગ મુશ્કેલ બને.









































