ગીર પૂર્વ અને પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (ઝ્રડ્ઢફ) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાને કારણે ટૂંકા ગાળામાં ૯થી વધુ સિંહોના મોત થતાં વનતંત્ર યુદ્ધના ધોરણે સક્રિય થયું છે. આ અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ રેન્જમાં સિંહોની સુરક્ષા માટે કડક મોનીટરીંગ શરૂ કરાયું છે.વેરાવળ રેન્જના ઇન્ચાર્જ છઝ્રહ્લ યોગેશ કલસરીયાએ જણાવ્યું કે, ચોરવાડથી મૂળદ્વારકા સુધીના કોસ્ટલ અને રેવન્યુ વિસ્તારમાં વસતા ૨૦થી વધુ સિંહો પર ટ્રેકર્સ અને ગાર્ડની ટીમો ૨૪ કલાક નજર રાખી રહી છે. સિંહોની હિલચાલ, ખોરાક અને વર્તનનું બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરાય છે. રાહતની વાત એ છે કે વેરાવળ રેન્જના તમામ સિંહો હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં, વનવિભાગે આગોતરા પગલાં રૂપે રસીકરણ અને તાત્કાલિક સારવારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.