ઉનાઃગીરમાં એશિયાટિક સિંહો પર તોળાતા રોગચાળાના સંકટ વચ્ચે ઉનાના રાતડ ગામમાં સિંહણ દ્વારા ગાયના લાઈવ શિકારની ઘટના સામે આવી છે. ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશેલી સિંહણે એક ગાયનું મારણ કર્યું હતું, જે દૃશ્યો સ્થાનિક સિંહપ્રેમીએ મોબાઈલમાં કેદ કર્યા હતા.