યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરાર અંગે બીજા દાવો કર્યો છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, પર એક પોસ્ટમાં, ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા ઈરાન કરાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમનો કરાર સંપૂર્ણપણે અલગ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જો હું ઈરાન સાથે કોઈ સોદો કરીશ, તો તે એક સારો અને ન્યાયી સોદો હશે, ઓબામાએ કરેલા સોદા જેવો નહીં… આપણો સોદો બિલકુલ વિપરીત છે, પરંતુ કોઈએ તેને હજુ સુધી જોયો નથી, કે કોઈને તેના વિશે ખબર નથી. તેના પર હજુ સુધી સંપૂર્ણ ચર્ચા પણ થઈ નથી…”
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે શાંતિ કરાર પર વાટાઘાટો મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ મામલે ઉતાવળ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો ખૂબ જ વ્યવસ્થીત અને રચનાત્મક રીતે આગળ વધી રહી છે. તેમણે પોતાના વાટાઘાટકારોને કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉતાવળ ન કરવા સૂચના આપી છે. ટ્રમ્પે કહ્યું કે બંને પક્ષોએ પોતાનો સમય કાઢવો જાઈએ અને તે યોગ્ય રીતે કરવું જાઈએ. કોઈ ભૂલો ન થવી જાઈએ. હાલના સમય આપણા (યુએસ) પક્ષે છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન પર દબાણ ઓછું કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જ્યાં સુધી અંતિમ કરાર ન થાય અને બંને પક્ષો તેના પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા દ્વારા જહાજની નાકાબંધી સંપૂર્ણ રીતે ચાલુ રહેશે.
ટ્રમ્પે ઈરાનને અબ્રાહમ કરારમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું, જે ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે રાજદ્વારી અને સુરક્ષા સંબંધો સ્થાપિત કરે છે. ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ૨૦૧૫ના ઈરાન પરમાણુ કરારની ટીકા કરતા કહ્યું, “ઈરાન સાથેના અમારા સંબંધો વધુ વ્યાવસાયિક અને ઉત્પાદક બની રહ્યા છે. પરંતુ તેમણે સમજવું પડશે કે તેઓ પરમાણુ શક્તી કે બોમ્બ બનાવી કે ખરીદી શકતા નથી. કોણ જાણે, કદાચ ઈરાન પણ અબ્રાહમ કરારમાં જોડાવા માંગશે.”






































