ધોરાજીની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૫ના પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલા આરોપીઓ ડોસાભાઈ હુણ અને જીતુભાઈ પરમારે પોલીસ તેમજ અદાલત સમક્ષ પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા નામ-સરનામા આપ્યા હતા. જ્યારે રમેશભાઈ વીરડીયાએ ખોટા જામીનદાર બની તેઓને મુક્ત કરાવવામાં મદદ કરી હતી. આ છેતરપિંડી બદલ પાટણવાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કેસમાં સરકારી વકીલ જે. વી. જોષીએ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી કે ન્યાયના મંદિર સાથે અસત્ય બોલનારાઓ પ્રત્યે નરમાશ ન દાખવવી જોઈએ. અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂ. ૧૦,૦૦ દંડ ફટકાર્યો છે.








































