વિદ્યા ભારતી ટ્રસ્ટ-ચિતલ અને રણછોડદાસજી આઈ હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ. રવજીભાઈ ભાદાભાઈ મેસિયાની સ્મૃતિમાં, નિમેશભાઈ મનસુખભાઈ મેસિયાના આર્થિક સહયોગથી ૧૨૯મો મફત નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય હરેશભાઈ ત્રિવેદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયંતિભાઈ દેસાઈ અને સુરેશભાઈ પાથર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ નેત્રયજ્ઞમાં ૮૦ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી જેમાંથી ૨૯ દર્દીઓને મોતિયાના મફત ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કર્યું હતું, સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવેએ આપ્યું હતું અને અંતમાં આભારવિધિ સુરેશભાઈ પાથરે કરી હતી.