વરિષ્ઠ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નેતા રામલાલે દાવો કર્યો હતો કે જા સંઘના કાર્યકરોએ કટોકટી સામે સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં ભાગ લીધો ન હોત, તો તત્કાલીન ઇન્દીરા ગાંધી સરકારે ૧૯૭૭ માં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત ન કરી હોત.
સંઘના કોંકણ વિભાગની બેઠકના સમાપન સમારોહમાં બોલતા, સંઘના અખિલ ભારતીય જનસંપર્ક વડા રામલાલે કહ્યું, “જા આરએસએસ સ્વયંસેવકોએ કટોકટી દરમિયાન આટલા મોટા સત્યાગ્રહમાં ભાગ લીધો ન હોત અને જેલ ભરી ન હોત, તો સરકારે સામાન્ય ચૂંટણીઓની જાહેરાત ન કરી હોત, અને જનતા પાર્ટી સત્તામાં ન આવી હોત. કટોકટી ચાલુ રહી હોત, અને ભારત લાંબા સમય સુધી સરમુખત્યારશાહી શાસન જાતું હોત.”
સંઘ નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે કટોકટી દરમિયાન ધરપકડ કરાયેલા લગભગ ૮૦ ટકા લોકો આરએસએસ કાર્યકરો હતા. રામલાલે કહ્યું કે તેમણે પોતે તે સમયગાળા દરમિયાન આઠ મહિના જેલમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા જાહેર કરાયેલી કટોકટી ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ૨૧ મહિના સુધી ચાલી હતી. ત્યારબાદની ચૂંટણીઓમાં વિપક્ષી જનતા પાર્ટી સત્તા પર આવી.
અખિલ ભારતીય જનસંપર્ક વડા રામલાલે દાવો કર્યો હતો કે આરએસએસ કાર્યકરોએ કટોકટીના સમયે નાગરિક વહીવટને પણ મદદ કરી છે. આમાં ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. રામલાલે કહ્યું, “૨૪ કલાકની તાલીમ સાથે, આરએસએસ સ્વયંસેવકોએ દિલ્હીના ટ્રાફિકનું સંચાલન એવી રીતે કર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન અકસ્માતોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ હતી.” તેમણે એ પણ સમજાવ્યું કે ૧૯૬૨ના યુદ્ધ પછી, આશરે ૩,૦૦૦ સ્વયંસેવકોએ ૧૯૬૩ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટૂંકા સમયમાં તૈયારી કરી અને ભાગ લીધો.
રામલાલે સમજાવ્યું કે ઇજીજી તેના દૈનિક ‘શાખા’ (સ્થાનિક મેળાવડા) દ્વારા શિસ્ત, સંકલન અને સામૂહિક કાર્યવાહી પર ભાર મૂકે છે. તેમણે કહ્યું, “આરએસએસમાં સાથે મળીને કામ કરવું અને બધા સાથે હળીમળીને રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માટે શરીર, મન અને બુદ્ધિનું સંકલન જરૂરી છે.” તેમણે એમ પણ કહ્યું કે આ નાની, નિયમિત પ્રવૃત્તિઓનો હેતુ વિવિધ ધર્મોના લોકોમાં એકતા અને દેશભક્તને પ્રોત્સાહન આપવાનો હતો.
તેમણે દાવો કર્યો કે ભાગલા દરમિયાન ભારતમાં આવેલા ઘણા લોકોએ તેમના અસ્તીત્વનો શ્રેય આરએસેસને આપ્યો. તેમણે કહ્યું, “જા તમે તે સમયગાળા દરમિયાન પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવેલા કોઈપણ વ્યક્તી સાથે વાત કરો છો, તો તેઓ કહેશે કે તેઓ ફક્ત એટલા માટે બચી ગયા કારણ કે ઇજીજી સ્વયંસેવકોએ તેમને મદદ કરી હતી.” તેમણે એમ પણ કહ્યું કે ઘણા સ્વયંસેવકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું.










































