સાવરકુંડલામાંથી પોલીસે ૭ શકુનીને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી કુલ રોકડા રૂ. ૧૧,૪૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા. હાથસણી રોડ હુડકો સોસાયટી પાસેથી રમેશભાઇ કાળુભાઇ સોલંકી, સુરેશભાઇ પ્રાગજીભાઇ મુંજપરા, લાલજીભાઇ ઓધાભાઇ સોલંકી, કિશનભાઇ વશરામભાઇ મુંજપરા, મનીષભાઇ મધુભાઇ ઓધવીયા, મેહુલભાઇ સંજયભાઇ લોઢણીયા તથા સુનીલભાઇ મનસુખભાઇ મોલાડીયા જાહેરમાં ગંજીફાનાં પાનાં વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા કુલ રોકડા રૂ. ૧૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.