ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્ર-૨૦૨૬નો આજે બીજા દિવસ છે. ચોમાસું સત્ર-૨૦૨૬ના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગૃહ વિભાગ સહિતના અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ પોલીસ બંદોબસ્ત, પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોને મળેલી સહાય સહિતના મુદ્દે સવાલો પૂછ્યા હતા. તેમના સવાલોના સરકારે ગૃહમાં જવાબો પણ આપ્યા હતા.પોલીસ બંદોબસ્તને લઈને ગોપાલ ઈટાલિયાએ સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં પોલીસ પણ ભાડે મળે છે અને પૈસાવાળાઓ માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. ઈટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “મેં પણ બે એસપી ભાડે માંગ્યા છે.” તેમના જણાવ્યા મુજબ, વીજળીના થાંભલા નાખવા માટે જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત છે. તેમણે સુરેન્દ્રનગરમાં પોલીસ બંદોબસ્તથી રૂ.૭ કરોડની આવક અને કચ્છમાંથી રૂ.૧૭ કરોડની આવકનો ઉલ્લેખ કરી બાકી રકમ અંગે પણ સવાલો કર્યા હતા.જે મામલે ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે, સરકારે ગૃહમાં સ્વીકાર્યું છે કે રાજ્યમાં પૈસા ચૂકવીને પોલીસ બંદોબસ્ત મેળવી શકાય તેવો કાયદો છે. તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ગુજરાતમાં હજી પોલીસ ભાડે આપવાનું શરૂ છે, આવનારા દિવસોમાં કલેક્ટર પણ ભાડે લઈ લેવાશે.” આ મુદ્દે તેમણે પોલીસ બંદોબસ્તની ફાળવણી અને તેની સામે લેવામાં આવતી રકમ અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.આવી જ રીતે ઈટાલિયાએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ વર્ષ ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તેમાં યુવાનોના થયેલા મોતનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે તેમણે પાટીદાર અનામત આંદોલનમાં ૧૪ યુવાનો શહીદ થયા હોવાનો દાવો કરી, સરકારે આ મામલે ન્યાય માટે જÂસ્ટસ પુંજ કમિશનની રચના કરી હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેમણે પણ આ કમિશન સમક્ષ જુબાની આપી હતી અને વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ થયો છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.જે મામલે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, જÂસ્ટસ પુંજ કમિશને ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જાકે, રિપોર્ટ સોંપાયા બાદ તેના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો જવાબ મળતાં ગોપાલ ઈટાલિયાએ વધુ એક સવાલ ઉઠાવ્યો હતો કે, જા રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો, તો ત્યારબાદ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં. આ મુદ્દે સરકારની કામગીરી સામે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.આ ઉપરાંત હીરા ઉદ્યોગમાં મંદી અને રત્નકલાકારોને મળતી સહાય અંગે પણ ગોપાલ ઈટાલિયાએ ગૃહમાં સવાલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં હીરાના કારખાના અને ઉદ્યોગો ચાલે છે અને હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. સરકારે રત્નકલાકારો માટે સહાયની યોજના જાહેર કરી છે, ત્યારે સુરત સહિતના જિલ્લાઓમાં કેટલા લોકોએ અરજી કરી અને કેટલા લોકોને સહાય ચૂકવવામાં આવી તે અંગે તેમણે માહિતી માંગી હતી.આ મામલે ગૃહમાં સામે આવેલી આંકડાકીય માહિતી મુજબ, સુરતમાં ૭૨ હજાર રત્નકલાકારોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી ૪૭ હજારને સહાય મળી હોવાનું જણાવાયું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ૨,૯૮૨ રત્નકલાકારોની સહાય માટે અરજી સામે ૬૪૦ લોકોને સહાય મળી હતી. જ્યારે ભેંસાણમાં ૮૯૩ અરજીઓમાંથી ૨૫૬ અને વિસાવદરમાં ૭૪૨ અરજીઓમાંથી માત્ર ૩૬ રત્નકલાકારોને સહાય મળ્યાનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. આ આંકડાઓને લઈને ગોપાલ ઈટાલિયાએ સરકારની સહાય પ્રક્રિયા અને લાભાર્થીઓ સુધી પહોંચતી મદદ અંગે સવાલો કર્યા હતા.આ ઉપરાંત, ગૃહમાં આજે સર્વેલન્સ અને સીસીટીવીના મુદ્દે પણ ગોપાલ ઈટાલિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામસામે આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ બુટલેગરોની હિલચાલ પર નજર રાખવા માટે કેટલા ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવામાં આવ્યા છે તે અંગે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બંધારણ કોઈના પણ ઘરની અંદર ઝ્રઝ્ર્ફ લગાવવાની પરવાનગી આપતું નથી અને આ વ્યÂક્તગત સ્વતંત્રતાનો મુદ્દો છે. આ દરમિયાન સંઘવીએ ગોપાલ ઈટાલિયાને વળતો સવાલ કરતા પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી હોય તો તેની માહિતી આપવા પણ કહ્યું હતું.









































