ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બ‹મગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે બીજી ઇનિંગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. આ ટેસ્ટની બીજી ઇનિંગમાં, બાબર આઝમ ૭૬ રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન, તેણે બીજી ઇનિંગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. બાબરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના કેપ્ટન તરીકે ૭૦૦૦ રન પૂર્ણ કર્યા છે. તે ફરી એકવાર સદી ચૂકી ગયો. બાબર પહેલા શાન મસૂદ ૯૫ રન બનાવીને આઉટ થયો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિસ્બાહ-ઉલ-હકના નામે છે. મિસ્બાહે પાકિસ્તાન માટે કેપ્ટન તરીકે ૧૫૧ મેચમાં ૭૩૯૨ રન બનાવ્યા છે. બાબર આઝમ આ યાદીમાં બીજા ક્રમે છે, જેમણે ૧૫૨ મેચમાં ૭૦૨૯ રન બનાવ્યા છે. મિસ્બાહનો રેકોર્ડ તોડવા માટે બાબરને ૩૬૪ રનની જરૂર છે. આવનારા દિવસોમાં બાબર આ રેકોર્ડ હાંસલ કરી શકશે કે નહીં તે જાવું રસપ્રદ રહેશે.
પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં બાબર આઝમના પ્રદર્શન અંગે વાત કરીએ તો, તે ઈજાને કારણે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તે બીજી મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. બાબરે લોર્ડ્સમાં રમાયેલી તે ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ૮ રન અને બીજી ઇનિંગમાં ૬ રન બનાવ્યા હતા. તે ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ માત્ર ૭ રન બનાવીને આઉટ થયો હતો. બાબર ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી સદી ત્રણ વર્ષ પહેલા હતી.
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો, પાકિસ્તાન પ્રથમ ઇનિંગમાં ૧૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં ૪૫૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગના આધારે ૩૨૦ રનની લીડ મેળવવામાં સફળ રહ્યું. હવે જાવાનું એ છે કે પાકિસ્તાન આ લીડને પાર કરી શકે છે કે નહીં. ઇંગ્લેન્ડ હાલમાં શ્રેણીમાં ૨-૦થી આગળ છે.














































