રાજુલા તાલુકાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે તાલુકા કક્ષાની સઘન સફાઈ ઝુંબેશ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત અધિકારી અક્ષર વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનના આગેવાનો જોડાયા હતા.કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તેમજ પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયના હેતુથી
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. “કેચ ધ રેન”ના સંદેશ સાથે વરસાદી પાણીના સંરક્ષણ પર ભાર મૂકાયો હતો.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હિંમતભાઈ બલદાણીયા, ભાજપ તાલુકા પ્રમુખ વનરાજભાઈ વરૂ, પ્રતાપભાઈ બેપારિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર એચ.સી. પુરોહિત, ટી.ડી.ઓ. અશ્વિન દાણીધારીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઈ અભિયાનમાં સહભાગી બની સ્વચ્છતા, પર્યાવરણ અને જળ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો.









































