સાવરકુંડલામાં વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા સ્થાનિક મામલતદારને એક મહ¥વનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આગામી ૧ જૂન, ૨૦૨૬થી શરૂ થનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં આવે તેવી મુખ્ય માંગ આ પત્રમાં કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યના વિવિધ સમાજોની સાચી વસ્તી તેમજ તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે સચોટ માહિતી મેળવવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી અનિવાર્ય છે. આ ચોક્કસ આંકડાઓ મળવાથી સમાજના પછાત અને વંચિત વર્ગોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય સરકારી યોજનાઓ ઘડી શકાશે અને તેના વાસ્તવિક લાભો વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાશે.









































