હોસ્પીટલના સાયલન્ટ ઝોનમાં મમતા બેનર્જીનો ગુસ્સો ફાટી નીકળ્યો, સીઈઓ પર બૂમો પાડી. તે તેમના ભત્રીજાને મળવા આવી હતી.

પશ્ચિમ બંગાળના હુગલીમાં ચંદીતાલા પોલીસ સ્ટેશન સામે ટીએમસી અને ભાજપ વચ્ચે ઝપાઝપી થઈ. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી ઘાયલ થયા. ટીએમસી નેતાઓ અને કાર્યકરોની ધરપકડના વિરોધમાં ટીએમસી ચંદીતાલા પોલીસ સ્ટેશનમાં મેમોરેન્ડમ સુપરત કરવાનું હતું. ઘટના પહેલા પોલીસ સ્ટેશનની બહાર તણાવ વધી ગયો હતો.
ભાજપના કાર્યકરોએ ટીએમસી કાર્યકરો સામે “ચોર, ચોર” ના નારા લગાવ્યા. પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. ત્યારબાદ થયેલી ઝપાઝપીમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને માથામાં ઈજા થઈ. હુમલા બાદ, બેનર્જીએ તેમના ઘાયલ માથા પર ભીનો રૂમાલ રાખ્યો હતો.
પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને વધુ હિંસા અટકાવવા માટે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની મોટી ટુકડી ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. તોફાનીઓને ઘટનાસ્થળેથી ભગાડવામાં આવ્યા હતા. ઘાયલ ટીએમસી સાંસદ રસ્તા પર બેસી ગયા હતા.સાંસદે આ ઘટનાની સખત નિંદા કરતા આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ સત્તાવાર પ્રતિનિધિમંડળ રજૂ કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે તેમને જાણી જાઈને નિશાન બનાવવામાં આવ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો.
એ નોંધનીય છે કે શનિવારે, પશ્ચિમ બંગાળના સોનારપુર વિસ્તારમાં સ્થાનિક લોકોએ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર દુર્વ્યવહાર કર્યો હતો, જેમણે તેમના પર ઇંડા, જૂતા અને પથ્થરમારો કર્યો હતો. અજાણ્યા લોકોએ ટીએમસી સાંસદ પર પથ્થરો, જૂતા અને ઇંડા ફેંક્યાં, અને તેમને લાત મારવાનો અને મુક્કા મારવાનો પણ પ્રયાસ કર્યો. તેઓએ “ચોર, ચોર!” ના નારા પણ લગાવ્યા. બેનર્જીને પોલીસ સુરક્ષા હેઠળ આ વિસ્તારમાંથી બહાર લઈ જવામાં આવી હતી. તેમણે રક્ષણ માટે હેલ્મેટ પહેર્યું હતું અને તેમનો શર્ટ ફાટી ગયો હતો.
પશ્ચિમ બંગાળના સોનારપુરમાં થયેલા હુમલા બાદ, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને કોલકાતાની બેલે વ્યૂ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકોએ અભિષેક બેનર્જી પર હુમલો કર્યો અને તેમના પર ઇંડા ફેંક્યાં. મમતા બેનર્જી, જે તેમના ઘાયલ ભત્રીજાને જાવા આવ્યા હતા, શનિવારે રાત્રે કોલકાતાની બેલે વ્યૂ હોસ્પીટલ, જે સાયલન્ટ ઝોન છે, અંદર બૂમો પાડી રહ્યા હતા.
મમતા બેનર્જી બેલે વ્યુ હોસ્પીટલના સીઈઓ પ્રદીપ ટંડન પર બૂમ પાડતા જાવા મળ્યા. મરૂન શર્ટ પહેરેલા પ્રદીપ ટંડન મમતાનો ગુસ્સો સાંભળતા જાવા મળ્યા. હોસ્પીટલના અન્ય સ્ટાફ અને ડોક્ટરોની ટીમ હાજર હતી. મમતા બેનર્જીનો અંગ્રેજીમાં જારથી બૂમો પાડતો વીડિયો પણ સામે આવ્યો છે.
શનિવારે, મમતા બેનર્જીએ પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી અને હોસ્પીટલમાં તેમની સુરક્ષા વ્યવસ્થા અને સારવાર પર સવાલ ઉઠાવ્યા. બેનર્જીએ પૂછ્યું કે અભિષેકને શા માટે ઇન્ટેન્સીવ કેર યુનિટમાં લઈ જવામાં આવ્યો અને પછી બે કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો, અને શા માટે ઘણા ડોક્ટરોએ તેમને પરીક્ષણો કરાવવાની સલાહ આપી.
મમતા બેનર્જીના જણાવ્યા મુજબ, અભિષેકને રાત્રે ૮ઃ૧૫ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ડોકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો. ત્યારબાદ તેમને રજા આપવામાં આવી. તેમણે કહ્યું કે ડોકટરોએ તેમના ચહેરા, પીઠ, છાતી અને ગરદન પર અનેક ઈજાઓ શોધી કાઢી છે અને હાડકાના ફ્રેક્ચર અથવા આંતરિક ઇજાઓને નકારી કાઢવા માટે વધુ પરીક્ષણોની ભલામણ કરી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસને અભિષેકની મુલાકાતની અગાઉથી જાણકારી હતી, છતાં સુરક્ષા પ્રશ્નાર્થમાં છે. તેમણે એમ પણ કહ્યું કે તબીબી નિર્ણયો પર કોઈ બાહ્ય દબાણ ન હોવું જાઈએ, અને આ સત્તા ફક્ત ડોકટરો પાસે છે.