ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર પોતાના આગવા અંદાજમાં સમાજ સુધારણા અને એકતાનો મોટો સંદેશ આપ્યો છે. અમદાવાદના સોલા ખાતે આવેલા ઉમિયાધામ ખાતે હોસ્ટેલના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓ અને આગેવાનોને સંબોધતા નીતિન પટેલે સમાજમાં જાવા મળતી ઈર્ષ્યાવૃત્તિ અને આંતરિક ખેંચતાણ પર આડકતરી ટકોર કરી હતી.
પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં હાજર જનમેદની અને સમાજના શ્રેષ્ઠીઓને સંબોધતા રાજ્યના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે આપણા સમાજનો કોઈ વ્યક્તિ કે ભાઈ મહેનત કરીને આગળ વધી રહ્યો હોય,
આભાર – નિહારીકા રવિયા સફળતાના શિખરો સર કરતો હોય, ત્યારે તેની ઈર્ષા કરવાને બદલે તેને પ્રોત્સાહિત કરવો જાઈએ. સમાજની સાચી પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે એકબીજાના પૂરક બનીએ, નહિ કે વિરોધી….
નીતિન પટેલે સમાજમાં ચાલતી આંતરિક સ્પર્ધા અને રાજકારણ પર કટાક્ષ કરતા કહ્યું કે આપણે એકબીજાના પગ ખેંચવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે. પગ ખેંચવાથી કોઈનું ભલું થતું નથી, ઊલટાનું સમાજ પાછળ ધકેલાય છે. આ સાથે જ તેમણે સંતોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, “મને અત્યંત આનંદ છે કે આપણા ત્યાં અત્યારે એવું વાતાવરણ નથી. તેમણે આ તંદુરસ્ત વાતાવરણને જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
અમદાવાદના સોલા સ્થિત ઉમિયાધામ ખાતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અને ઉચ્ચ અભ્યાસ કરતા સમાજના દીકરા-દીકરીઓ માટે અદ્યતન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલના લોકાર્પણ પ્રસંગે સામાજિક અગ્રણીઓ, દાતાઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન પટેલે જણાવ્યું કે આવી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ જ સમાજના ઉત્થાનનો પાયો બને છે. જ્યારે યુવા પેઢીને સુવિધાઓ મળશે, ત્યારે જ સમાજ સશક્ત બનશે. આ તબક્કે તેમણે તમામ આગેવાનોને એક થઈને સમાજહિતના કાર્યોમાં જાડાવા અને સંકુચિત માનસિકતાથી ઉપર ઉઠવા આહવાન કર્યું હતું.