ગુજરાતની બાકી રહેલી ૮ મહાનગરપાલિકાને આજે નવા પદાધિકારીઓ મળ્યાં છે. જેમાં રાજકોટના મેયરનું નામ નીકળતા જ સૌ કોઈ ચોંકી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યી ચૂંટણીમાં પહેલા ભાજપે જેને ટિકિટ જ નહોતી આપી, એ નેહલ શુક્લની મેયર તરીકે જાહેરાત કરતા જ રાજકોટના રાજકારણમાં સોપો પડી ગયો છે. ચૂંટણીમાં છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપીને ખુદ કોર્પોરેટર બનનાર નેહલ શુક્લને લોટરી લાગી છે. રાજકોટમાં મેયર પદ માટે પણ પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવારનું લોબિંગ તીવ્ર હતું, ત્યારે એ બે સમાજની ચડસા ચડસી વખતે નેહલ શુક્લને મેયર પદની લોટરી લાગી છે.
આખરે ૭૬ દિવસની ઉતેજના બાદ અન્ય મહાનગર પાલિકાની સાથે ભાજપે રાજકોટ માટે પણ પદાધિકારીઓની જાહેરાત કરી દીધી છે. રાજકોટના મેયર પદે એક એવી વ્યક્તિની પસંદગી થઈ છે, જેને ઉમેદવારી પાત્ર ભરવાની છેલ્લી ઘડી સુધી ટિકિટ પણ મળી ન હતી. જી હા, વાત નેહલ શુક્લની છે. એ નેહલ શુક્લ, જે સૌરાષ્ટÙમાં ભાજપનો પાયો નાંખનાર જનસંગ વખતના દિગજ્જ નેતા સ્વર્ગસ્થ ચીમન શુક્લના બીજા નંબરના પુત્ર છે. આંતરિક જૂથ બંદીના કારણે મહાનગરપાલિકાના ઉમેદવારોમાં નેહલ શુક્લનું નામ કપાઈ ગયું હતું. આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કહેવાય છે કે, છેલ્લી ઘડીએ મોટા ભાઈ કશ્યપ શુક્લની મદદથી છેક દિલ્હી સુધી સંપર્કો કરીને ભાજપ હાઈકમાન્ડની દરમયાનગીરીથી નેહલ શુક્લની ઉમેદવારી નિશ્ચિત બની હતી.
આરએમસી સામાન્ય સભામાં જે પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે તેમાં મેયર – નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર – દક્ષાબેન વસાણી,સ્ટેન્ડીંગ કમિટિનાચેરમેન – પરેશ પીપળીયા,દંડક – સંજયસિંહ રાણા શાસક પક્ષના નેતા – હિરેન ખીમાણીયા રાજકોટના નવા મેયર તરીકે બ્રાહ્મણ ચૂંટાયેલા પ્રતિનિધિના નામની જાહેરાત થઈ છે. નેહલ શુક્લને છેલ્લી ઘડીએ પાર્ટી તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. શૈલેષ જાનીની ટિકિટ કાપીને નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે આજે નેહલ શુક્લની મેયર તરીકે જાહેરાત થતા જ રૂપાણી પરિવાર, શુકલ પરિવાર, નથવાણી પરિવાર અને ભારદ્વાજ પરિવારમાં હરખની હેલી જોવા મળી છે.
નેહલ શુક્લ આગામી સમયમાં રૂપાણી પરિવારના આંખ, કાન અને નાક બનીને કોર્પોરેશનમાં સક્રિય રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. નેહલ શુક્લ સ્વર્ગીય ચીમન શુક્લાના પુત્ર છે. ચીમન શુકલને ગુજરાત ભાજપના જનસંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર ગણવામાં આવે છે. નેહલ શુક્લ ભાજપમાં ડાર્ક હોર્સ સાબિત થયા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત અનોખો સંયોગ જોવા મળ્યો છે. રાજકોટ શહેર ભાજપ તરીકે બ્રાહ્મણ, રાજ્યસભાના સાંસદ તરીકે બ્રાહ્મણ તેમજ રાજકોટના મેયર તરીકે પર બ્રાહ્મણ સમાજમાંથી આવતા વ્યક્તિઓને હોદ્દા મળ્યાં છે. આમ, મેયર પદ માટે પણ પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવારનું લોબિંગ તીવ્ર હતું, ત્યારે એ બે સમાજની ચડસા ચડસી વખતે આખરે નેહલ શુક્લને મેયર પદની લોટરી લાગી ગઈ છે.
રાજકોટ નવનિયુક્ત મેયર ડો.નેહલ શુકલ જાહેરાત બાદ સૌથી પહેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા અને સ્વ.વિજયભાઈ રૂપાણીના આશીર્વાદ લીધા હતા. અંજલીબેન રૂપાણીએ “વિજય તિલક” કરી પીઠ પર થપ્પો માર્યો હતો. આમ, રાજકોટના રાજકરાણમાં ફરી એકવાર શુકલ અને રૂપાણી પરિવારનો દબદબો જાવા મળ્યો. પેહલા ટિકિટ અને હવે મેયર પદની રાજકોટમાં ચર્ચા થઈ રહી છે.
આ જ વર્ષે નેહલ શુક્લ વિવાદમાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર નેહલ શુકલ સતત ત્રણ વખત ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓની સામે બરતરફની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડીયાએ મ્યુનિ.કમિશનરને પત્ર લખ્યો હતો. તેમને કોર્પોરેટર પદેથી હટાવવા માંગ કરાઈ હતી. સતત જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા તેમને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.










































