ભારત કૃષિપ્રધાન દેશ છે. ભારત પાસે તમામ પ્રકારના ફળો થાય તેવી આબોહવા હોવાથી અહીં વિવિધ પ્રકારના ફળોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ભારતનું ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય હવામાન ફળોના ઉત્પાદન માટે અત્યંત અનુકૂળ છે. યોગ્ય તાપમાન, પૂરતો સૂર્યપ્રકાશ અને મોસમી વરસાદ ફળોની ગુણવત્તા સુધારે છે. આ હવામાન વર્ષભર વિવિધ ફળોની ખેતીને સમર્થન આપે છે, જેના કારણે નિકાસ માટે સતત પુરવઠો શક્ય બને અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા વધે છે.ખાસ કરીને કેરી, કેળા, દ્રાક્ષ, અનાર, સફરજન જેવા ફળો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માંગ ધરાવે છે. ભારતના ફળો તેમની ગુણવત્તા, સ્વાદ અને પોષકતત્વોથી વિશ્વભરમાં ઓળખાય છે.
ભારત ફળ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી દેશ છે, જ્યાં કેરી, કેળા અને દ્રાક્ષનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાત રાજ્ય ખાસ કરીને કેસર કેરી અને કેળા માટે પ્રખ્યાત છે. અનુકૂળ હવામાન અને આધુનિક ખેતી પધ્ધતિઓના કારણે ઉત્પાદન વધે છે. જે નિકાસ અને ખેડૂતોની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગુજરાતમાં ફળોના નિકાસ માટે વિશાળ સંભાવનાઓ છે. રાજ્યમાં અનુકૂળ હવામાન અને જમીનના કારણે કેસર કેરી, કેળા, પપૈયા. લીંબુ અને નારિયેળ જેવા ફળોનું ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન થાય છે. દરિયાકાંઠા નજીક હોવાને કારણે પોર્ટ સુવિધાઓ સરળ છે, જે નિકાસ ખર્ચ ઘટાડે છે. કોલ્ડ સ્ટોરેજ. પેકહાઉસ અને આધુનિક ટેક્નોલોજીના વિકાસથી વૈશ્વિક બજારમાં માંગ વધી રહી છે. જેના કારણે ખેડૂતો અને ઉદ્યોગકારો માટે આવક અને રોજગારની તકો વધી રહી છે.
નિકાસનો વ્યાપ (Scope): ભારતના ફળોના નિકાસ માટે વિશાળ વ્યાપ છેઃ
• વિશ્વમાં સ્વસ્થ ખોરાક (Healthy Food) માટે વધતી માંગ
• ઓર્ગેનિક ફળોની વધતી માંગ
• મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકા જેવા બજારોમાં ભારતીય ફળોની માંગ
• ઠંડા સંગ્રહ (Cold Stroage) અને પેકિંગ ટેક્નોલોજીમાં સુધારા
• આધુનિક અને ડીજીટલ નિકાસ પ્રક્રિયા
• સરકારશ્રી તરફથી મળતી તાલીમ, ગાઈડલાઈન્સ, સુવિધા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સબસીડી, જીએસટી પર છુંટ, ડયુટી ડ્રોબેક, રોડટેપ જેવા ફાયદા
તકોઃ- (Opprotunities)
ફળોના નિકાસમાં ખેડૂતો અને ઉદ્યોગકારો માટે અનેક તકો છેઃ
• પ્રોસેસ્ડ ફળો (Juice, pulp, dried fruits) નો નિકાસ
• બ્રાન્ડિંગ અને પેકેજિંગ દ્વારા વધુ ભાવ મેળવો
• નવી બજારો શોધવાની તક
• ઓર્ગેનિક ખેતી દ્વારા પ્રીમિયમ માર્કેટમાં પ્રવેશ
ફાયદા (Benefits) ફળોના નિકાસના મુખ્ય ફાયદાઃ
• ખેડૂતોને વિશ્વના તમામ માર્કેટ સુધી પોતાના ભાવે વહેંચવાની તક મળે છે.
• ખેડૂતોને સામાન્ય માર્કેટ કરતા ખુબ વધુ ભાવ મળે છે.
• વિદેશમાં જૈવિક અને પ્રકૃતિ જેવી ગુણવતા સભર ખેતીથી ઉત્પાદિત ફળોની માંગ હોવાથી ખેડૂતોને ખુબ ઊંચા ભાવ મળે છે.
• દેશને વિદેશી મુદ્રા (Froeign Exchange) મળે છે જેથી દેશ આર્થિક રીતે મજબુત બને છે.
• રોજગાર સર્જન થાય છે.
• કૃષિ ક્ષેત્રમાં વિકાસ થાય છે.
નિયમો અને નિયમ (Rules and Regulations)
ભારતમાંથી ફળોના નિકાસ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો છેઃ
૧. અપેડા (APEDA)) રજીસ્ટ્રેશન ફરિજીયાત કરવુ. (https://apeda.gov.in)
૨. ફળોની ગુણવત્તા ચકાસવી અને ફાઈટોસેનેટરી પ્રમાણપત્ર Phytosanitary Certificate જોડવા.
૩. રેસિડ્‌યુ મોનિટરિંગ પ્લાન (RMP)નું પાલન કરવું.
૪. એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સી (EIA) દ્વારા ચકાસણી કરાવવી.
૫. દેશ મુજબ અલગ અલગ આયાત નિયમોનું પાલન કરવું
નિકાસ માટે ટાર્ગેટ દેશો (Buyer Country)
ફળોના નિકાસ માટે મુખ્ય લક્ષ્ય દેશોમાં યુએઈ, સાઉદી અરેબિયા, યુકે, અમેરિકા, કેનેડા, જર્મની, નેધરલેન્ડનો સમાવેશ થાય છે. મધ્ય પૂર્વ દેશો નજીક હોવાથી નિકાસ સરળ છે, જ્યારે યુરોપ અને અમેરિકા વધુ નફાકારક બજાર છે. યોગ્ય ગુણવત્તા અને પ્રમાણપત્રોથી વૈશ્વિક સ્તરે સારી તકો મળે છે. (ક્રમશઃ)