રાજુલા તાલુકા ના ચોત્રા નજીક આવેલા મોમાઈ માતાજી મંદિર જે મંદિર મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે એટલે બાબરીયાવાડ કાઠી સમાજના મોમાઈ માતાજી કુળદેવી છે અહીંયા નદી કિનારે અને વર્ષો જુના વડલા ના વૃક્ષો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા શ્રી મોમાઈ માતાજી મંદિર મોમાઈ વડ ચોત્રા ના સાનિધ્યમાં આગામી તા. ૧૨/૫/૨૬ ને મંગળવાર ના રોજ સાંજના ૫.૦૦ કલાકે શ્રી રાજુલા જાફરાબાદ ખાંભા કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા અમરેલી જીલ્લા ના કાઠી ક્ષત્રીય સમાજના નગરપાલિકા,જીલ્લા પંચાયત,અને તાલુકા પંચાયતના ચુટાયેલા તમામ સર્વપક્ષના પ્રતિનિધિઓ નો સન્માન સમારોહ તથા લોકાર્પણ અને ખાત મુર્હતનો કાર્યક્રમ યોજવામા આવી રહ્યો છે.આ કાર્યક્રમ મા અતિથિ વિશેષ તરીકે અમરેલી લોકસભાના સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા તથા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. બંને મહાનુભાવો એ આ મંદિર વિકાસ માટે પોતાને આવતી ગ્રાન્ટો પણ ફાળવેલ છે કાઠી ક્ષત્રીય સમાજ રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ શ્રીમોમાઈ માતાજી મંદિર મહંત સૂર્યપ્રકાશદાસજી દ્વારા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.