ભગવાન સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલી ધાંડલાની ભૂમિ પર BAPS સંસ્થા દ્વારા નિર્મિત થનારા ભવ્ય નૂતન મંદિરનો ભૂમિપૂજન સમારોહ ૯ મે, ૨૦૨૬ના રોજ ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવમાં દિનબંધુ સ્વામી, વિનમ્રમુની સ્વામી, યોગીપુરુષ સ્વામી અને નારાયણસેવક સ્વામી જેવા સંતોએ સાનિધ્ય આપી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. ઘાંડલા ST બસ સ્ટેન્ડ પાસે સાંજે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિ પૂજન અને મહાપૂજા સંપન્ન થઈ હતી, ત્યારબાદ સત્સંગ સભા અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્‌યા હતા.