ડુંગળી આપણા દૈનિક આહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે અને સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીમાં અનેક પોષક તત્વો અને ઔષધીય ગુણધર્મો હોય છે, જે શરીરને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ શાકભાજી, સલાડ અને ઘરગથ્થુ ઉપચારમાં થાય છે. ડુંગળીમાં વિટામિન છ,ઝ્ર, મ્૬, ફોલેટ, પોટેશિયમ, ફાઈબરઅને એન્ટીઆૅક્સિડન્ટ્‌સ ગુણધર્મ હોય છે, જે શરીરને રોગોથી બચાવે છે.
ડુંગળીના આરોગ્યલક્ષી ફાયદાઃ
૧. રોગપ્રતિકારક શક્તિ વધારે:ડુંગળી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને સંક્રમણ સામે લડવાની ક્ષમતા વધારે છે.
૨. ત્વચા માટે લાભદાયકઃ ડુંગળીમાં રહેલા વિટામિન છ અને ઝ્ર, ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી બનાવે છે. તે ત્વચાની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.
૩. પાચન સુધારવુંઃ ડુંગળી પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. તે અજીર્ણ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
૪. લૂથી થીરક્ષણઃ ઉનાળામાં ડુંગળી શરીરને ઠંડક આપે છે અને લૂથી બચવામાં મદદ કરે છે. ડુંગળીનો રસ અથવા સલાડ રૂપે તેનો ઉપયોગ લાભદાયક છે.
૫. હૃદય માટે સારું: ડુંગળી કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને રક્ત પ્રવાહ સુધારે છે, જેના કારણે હૃદયના રોગોનો ખતરો ઓછો થાય છે.
૬. માનસિક આરોગ્યમાં સહાયક: ડુંગળી તણાવ ઘટાડવામાં અને મગજની કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ થાય છે.
૭. શરીરની શક્તિ વધારે છે:ડુંગળી શરીરમાં ઊર્જા અને શક્તિ વધારવામાં મદદ કરે છે અને તાકાતમાં વધારો કરે છે.
૮. કેન્સરથી બચાવમાં મદદરૂપ: ડુંગળીમાં રહેલા એન્ટીઆૅક્સિડન્ટ્‌સ અને સલ્ફર સંયોજનો કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.