ધારી પંથકની એક સગીરાને ફરવા જવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સગીરાના પિતાએ રાજકોટમાં રહેતા મૂળ ગીરગઢડાના ઉમેદપરા ગામના રૂપસિંહ ભોજુભા ગોહીલ (ઉ.વ.૨૩) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદની વિગત મુજબ, આરોપી સગીરાને લલચાવી-ફોસલાવી, વાલીની મંજૂરી વગર અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આરોપી તેને રાજકોટની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આર.વી. રાઠોડ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.