કુંકાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની તમામ ૧૦૭ આંગણવાડીઓની વર્કર અને હેલ્પર બહેનો માટે સીડીપીઓ અને સુપરવાઈઝરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બપોરે ૧ઃ૦૦ થી ૪ઃ૦૦ વાગ્યા દરમિયાન ચાલેલી આ સરકારી કામગીરીની બેઠકના અંત ભાગમાં એક ગંભીર મુદ્દો સામે આવતા સમગ્ર માહોલ ગરમાયો હતો. મિટિંગ દરમિયાન હેલ્પર બહેનોએ હિંમતપૂર્વક સીડીપીઓ સમક્ષ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી કે, આંગણવાડીના વર્કર બહેનો તેમની પાસેથી કોરા વાઉચરોમાં એડવાન્સ સહીઓ કરાવી લે છે. આ ગંભીર
આભાર – નિહારીકા રવિયા આક્ષેપના પગલે હાજર તમામ વર્કર બહેનો એકાએક લાલઘૂમ થઈ ગઈ હતી અને ભારે હોબાળો મચી ગયો હતો. ચાલુ મીટિંગમાં નાણાકીય ગેરરીતિ તરફ ઈશારો કરતા આ સવાલે ભારે ખળભળાટ મચાવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જવાબદાર અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા કરવાને બદલે મૌન ધારણ કરી લીધું હતું. અધિકારીઓની આ ચુપકીદીને કારણે હવે આંગણવાડીઓમાં લાંબા સમયથી મોટા કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી વહીવટની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.









































