મહેસાણા મહાનગરપાલિકા વીજળીના ઉપયોગ અને ખર્ચને પહોંચી વળવા હવે વીજળી ની ખેતી કરશે, કારણ કે મહેસાણા મહાનગરપાલિકાનું વીજળી નું બીલ દર મહિને અત્યારે દોઢ કરોડ અને વર્ષીય ૧૮ કરોડ જેટલું થઈ રહ્યું છે. વીજળી ના વપરાશ અને વીજળીના ખર્ચને પહોંચી વળવા મહેસાણા મહાનગરપાલિકા એ વીજળી ની ખેતી કરવા નો નિર્ણય કર્યો છે અને વીજળીની ખેતી કરવા મહેસાણામાં શોભાસણ રોડ ઉપર જમીન શોધી કાઢવા માં આવી છે.
વીજળીના હાલના વપરાશ અને વીજળીની બીલની સાથે ભવિષ્ય ના વપરાશ ને ધ્યાન માં રાખી વિશાળ સોલાર પાર્ક બનાવવા માં આવશે…કારણ કે મહેસાણા મહાનગરપાલિકા સવા વર્ષ પહેલાં બન્યા બાદ વીજળી ના વપરાશ નો વ્યાપ વિસ્તારની સાથે વીજળી આધારિત વિવિધ પ્રોજેક્ટો બની રહ્યા છે.
આથી વીજળી નો વપરાશ હાલ માં તો વધ્યો જ છે પણ આવનારા ભવિષ્યમાં મહેસાણા શહેર અતિ વિકસિત બનશે, ત્યારે વીજળીનો વપરાશ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જવાની સંભાવના આધારે જરૂરિયાત પ્રમાણે વીજળી મળી રહે એવું ધ્યાનમાં રાખી વિશાળ સોલાર પાર્ક બનાવવાનો નિર્ણય કરવા માં આવ્યો છે.









































