મહાભારતમાં શાંતિદૂત બનીને ધ્રુતરાષ્ટની સભામાં વિષ્ટિકાર બનીને આવેલા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો વતી ઇન્દ્રપ્રસ્થની અવેજીમાં માત્ર પાંચ ગામ માંગેલા.જો કે દુર્યોધને ના પાડેલી. મહાભારતમાં ગ્રામ અને ઘોષ નામે સત્તાના નાના વિકેન્દ્રીકરણના એકમનો ઉલ્લેખ છે. દસ ગામનું જૂથ અને તેનો વડો ‘‘દસગ્રામીણી’’, સો ગામનો વડો ‘‘શતગ્રામીણી’’ અને હજાર ગામનો વડો ‘‘ અધિપાલ’’ કહેવાતો. આમ મહાભારત કાળમાં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ગામડા સુધી થયેલું હતું. આધુનિક સમયમાં અંગ્રેજકાળમાં ૧૮૮૨માં લોર્ડ રીપને ખરડો પસાર કરીને આપણી હાલની અને ત્યારની ભાવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના સિધ્ધાંતો રચી આપ્યા. એટલે જોવા જઈએ તો લોર્ડ રીપન આપણા સ્થાનિક સ્વરાજની સંસ્થાના આધસ્થાપક થાય. પછીથી ગાંધીજીએ વખતોવખત ગ્રામસ્વરાજ, પંચાયતીરાજ વિષે લખ્યું અને બોલ્યા. બાપુના ખ્યાલે ભારતનું હરેક ગામ રાજઅમલની પુરેપુરી સત્તા ધરાવનારું સંપૂર્ણ પ્રજાસતાક કે પંચાયત હોય એવી કલ્પના કરેલી અને કહેલું કે ભારતનો આત્મા ગામડામાં વસે છે.ત્યારબાદ બંધારણ ઘડતી વેળા માર્ગદર્શક સિધ્ધાંતોમાં રાજ્યોને આદેશાત્મક ખ્યાલ આપ્યો અને બળવંતરાય મહેતા જેવા સ્વાત્રંતસેનાની અને ગાંધીજન દ્વારા સ્વરાજ્યના ગાંધીવિચારને સાથે વણીને ત્રિસ્તરીય મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવ્યું.અને ૧૯૯૩ના ૭૩મા સીમાચિન્હરૂપી બંધારણીય સુધારાથી આપણે મહિલાઓને સત્તામાં ૩૩% હિસ્સેદારી પણ આપી, વંચિત વર્ગોને સત્તાની સહભાગીદારી રૂપે અનામત આપી. પંચાયતીરાજના પરિણામો કે નિષ્કર્ષચકાસતા પહેલાપહેલા જે ઉમદા ઉદ્દેશો માટે આ માળખું રચવામાં આવ્યું હતું એ જોઈએ તો પહેલું તે સત્તાનું વિકેન્દ્રીકરણ અને તે આધારે દેશનીગ્રામ્ય જનતાના હાથમાં સત્તા અને અધિકારોની સાચા અર્થમાં સોંપણી, બીજું બહુજનસમાજની શક્તિઓનો તેના પોતાના અને સામુદાયિક કલ્યાણ માટે સુચારુ ઉપયોગ, સ્થાનિક પંચાયતી સંસ્થાઓને નાણાકીય અને તેના આયોજનની સત્તા વિ. આ ઉપરાંત સિદ્ધ થવા યોગ્ય ઉદ્દેશોમાં સત્તાના નાના એકમો દ્વારા નીચેના સ્તરેથી રાજકીય અને સમાજજીવનની પ્રતિભાઓની સામેલગીરી અને વિકાસ, ગ્રામપંચાયતથી સામેલ કરીને લોકસભા સુધીમાં સામાન્ય નાગરિકોનું લોકશાહીમાં વિશ્વાસનું દ્રઢીકરણ જેવા મુખ્યત્વે ગણી શકાય. ગુજરાત સંદર્ભે ઉપરના ઉદ્દેશોની મુલવણી કરીએ તો એકલદોકલ ઉદાહરણ બાદ કરતા આશા નિરાશા બંને હાથ લાગે છે. વિદ્યાર્થી પરિષદ કે યુનિવર્સીટી કેમ્પસની ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોટા નેતા તૈયાર કરવાની પાઠશાળા ગણાય છે. ઘણા એવા ઉદાહરણો મોજૂદ છે કે રાષ્ટ્રીય સ્તરના નેતાની કારકિર્દી વિદ્યાર્થી નેતા કે સ્થાનિક એકમના નેતા તરીકે થઇ હોય છે. ભલે ગ્રામપંચાયત રાજકીય પક્ષોના ચિન્હો ઉપર ના લડાતી હોય પણ રાજકીય પક્ષો બરાબર રસ લઈને નેતાઓ તૈયાર કરવાની દાનત રાખે તો અવશ્ય સારું નિષ્પન્ન મળી રહે. બીજી દિશામાં હકીકત થોડી ચોંકાવનારી પણ છે. આપણે સ્ત્રી અનામત આપ્યા બાદ ‘‘સરપંચપતિ’’ જેવા શરમજનક રાજકીય શબ્દનું અન્વેષણ કરીને સ્ત્રીશક્તિ અને સ્ત્રી અનામતનો ઉપહાસ કર્યો છે. ગ્રામપંચાયત સ્તરે તો સ્ત્રીઅનામત મોટાભાગે મજાક બની રહી છે.સ્ત્રીને માત્ર નામની ખુરશી પર બેસાડીને તેના પતિદેવો સરકારી કામોના ઈજારદાર કે કોન્ટ્રાકટર બની ગયા છે.ચૂંટાયેલી સ્ત્રી પ્રતિનિધિ મોટાભાગે સહી કરવા કે અંગુઠો મારવા કાર્યાલયે આવે છે. જે ભ્રષ્ટાચાર દિલ્હી કે ગાંધીનગર થતો એ થોડા ઘણા પ્રમાણમાં ગામડે ધકેલ્યો છે માત્ર.ગ્રામવિકાસ માટે નાણાની મોટાપાયે ફાળવણી અને એ નાણાની સ્થાનિક સ્તરે ખર્ચની સત્તા અને સ્વાયતતા સાથે એ સ્તરે વ્યવસ્થા અને યોગ્ય નિરીક્ષણના અને પ્રજાકીય જાગૃતિના અભાવે નવાસવા પ્રવેશ પામતા રાજકીય કારકિર્દી વાચ્છુંઓને પંચાયતીરાજ ભ્રષ્ટાચારની પ્રાથમિક તાલીમ કેન્દ્રની ગરજ સારે તેવું તંત્ર ગોઠવાઈ ગયું છે. ગુજરાત જેવા રાજ્યોએ નાણા ખર્ચીને રસ્તા,વીજળી,પાણી(સ્વચ્છ પાણી અભિપ્રેત નથી) જેવી પ્રાથમિક સુવિધાઓ તો પહોચાડી દીધી છે પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, ખેતી, રોજગાર, શિક્ષણ ક્ષેત્રે હજુ જે મજલ કપાવી જોઈએ તે હજુ પણ બાકી ખાતે બોલે છે. ગ્રામ્યક્ષેત્રના દવાખાનાઓમાં ડોક્ટરનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રચ્છન્ન બેકારી છે. શહેરો સાથે ગામડા માત્ર રોડથી જ જોડાયેલા છે. જેમાં લોકભાગીદારી અનિવાર્ય છે એવા ક્ષેત્રોમાં હજુ ખેડાણ બાકી છે, લોકજાગૃતિ બાકી છે. માત્ર વ્યવસ્થા ઉભી કરીને કે નાણા ખર્ચી બતાવીને મત બટોરવાની શાસકોની ખોરી નીતિને લીધે આ ક્ષેત્રો કંગાળ કહી શકાય એવી સ્થિતિમાં રહીજવા પામ્યા છે.સારી આરોગ્ય વિષયકસેવાઓ કે શિક્ષણ માટે ગામડા આજે પણ સંપૂર્ણપણે શહેરો પર આધારિત છે. ખેતી યાતો કુદરત યાતો સબસીડી આધારિત છે. ગામડાનો પ્રાણ એવી ખેતી આજે પણ પરંપરાગત અવસ્થામાં જ છે. એક બે
આભાર – નિહારીકા રવિયા ક્રાંતિ કરીને સરકાર પગ વાળીને બેસી ગઈ છે. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા ધારતી સરકાર આ ઉનાળે પાણીકાપ રહેશે તેવી જાહેરાત પણ કરે છે.જીવાદોરી નર્મદા સુકાતા નેતાઓના ગળામાં શોષ પડી જાય છે. લખલૂટ નાણા ખર્ચીને હજુ ગામડાઓ માટે યોગ્ય જળવ્યવસ્થાપન ઉભું નથી થઇ શક્યું. શહેરોની થોકબંધ મતબેંક સામે ગામડાની છૂટક મતબેંક હારી રહી છે કદાચ. આ બધું નબળી પંચાયતી નેતાગીરીને આભારી છે. મોટાભાગે પંચાયત કક્ષાના નેતાઓ આજેપણ વિધાયકોના કે જીલ્લા કક્ષાના નેતાઓના જુનિયરનો રોલ અદા કરે છે.તેઓ મોટાભાગે ઉપલી હરોળના નેતાઓના આશ્રિત બની રહે છે અને એની આભા માંથી બહાર આવી શકતા નથી. ભ્રષ્ટાચારમાં ઉપર નીચેની કેડરની માંહેમાંહેની જેવી સાઝેદારી અને સાયોંજયછે તેવી જનકલ્યાણના કાર્યોમાં ઝટ દઈને દીસતી નથી. આ બધા પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક મજબૂત નેતાગીરી અનિવાર્ય છે. ગુજરાતમાં તાજેતરની સ્થાનીસ સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં જનતાએ ફરીથી સત્તાધારી પક્ષ પર વિશ્વાસ મુક્યો છે. લગભગ ત્રણ દાયકાથી ભાજપ ચૂંટાયેલી સત્તાના દરેક એકમ પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે હવે સમય છે કે નીચેના સ્તરેથી પ્રતિનિધિઓ કેળવીને આગળના સ્તરની રાજનીતિમાં લઇ જવાનું પ્રમાણ બહોળું થાય. સ્થાનિક સ્તરના વણઉકેલ્યા લાંબા સમયના પડતર પ્રશ્નોનું નિરાકરણ અંત્યોદયના ખ્યાલ સાથે મજબૂત પાયા પર થઇ શકે.
ક્વિક નોટ – “ પહેલોવાહેલો ખુરશીમાં આવીને બેઠો અને હારતોરા પહેરાવવામાં આવ્યા કે ગુપ્ત અભિમાન પેદા થયું.” – સરદાર પટેલ -૧૫-૦૩-૧૯૪૨ અમદાવાદ મ્યુનીસીપલ પક્ષની સભામાં.
production@infiniumpharmachem.com