નવા ખીજડીયાના રહીશનું ઘઉંની ગુણી પડતા મોત થયુ હતુ

અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામના રહેવાસી જયંતિભાઇ જીવરાજભાઇ ભેસાણીયા ગત તા.૦૭/૦૯/૨૦૨૪ના રોજ નવા માર્કેટીંગ યાર્ડ ખાતે મજુરી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઘઉંની થેલીઓની થપ્પી તેમના પર પડતા તેઓ દબાઈ ગયા હતા અને ગૂંગળામણ થતા ગંભીર હાલતમાં પ્રથમ અમરેલી અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. છેવટે અમરેલીની નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તા.૧૭/૦૯/૨૦૨૪ના રોજ તેમનું નિધન થયું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત નંબર ૩૭/૨૦૨૪ મુજબ ગુનો નોંધાયેલ છે. આ કેસમાં મુખ્ય આરોપી મેહુલભાઇ જયંતીભાઇ ભેસાણીયા, ભરતભાઈ દિનેશભાઈ કણક, અભય રમેશભાઈ પાથર અને મનીષ લવજીભાઈ ભેંસાણીયાએ મરનારની લાશનું કાયદેસરનું પોસ્ટ મોર્ટમ કરાવવાની જવાબદારી હોવા છતાં, કોઈ પણ જાણ કર્યા વગર અંતિમવિધિ કરી નાખી હતી.
આરોપીઓએ રાજ્ય સેવક સમક્ષ મૃત્યુ અંગેની સાચી માહિતી જાહેર ન કરી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે એકબીજાની મદદગારી કરી ગુન્હો આચર્યો હોવાનું સામે આવ્યું છે.