વડિયાના બરવાળા બાવીશી ગામે ‘આપણા વાલીવારસની જમીનનો કેસ પાછો ખેંચી લે’ તેમ કહી વેપારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે વિપુલભાઈ પોપટભાઈ બાવીસી (ઉ.વ.૪૯)એ કાળુભાઈ પોપટભાઈ બાવીસી અને પ્રફુલ્લાબેન કાળુભાઈ બાવીસી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ફરિયાદી દૂધ લેવા માટે તેમના ગામમાં ઊભા હતા તે વખતે આરોપીઓએ આવીને ‘આપણા વાલીવારસની જમીનનો જે કેસ કરેલો છે તે પાછો ખેંચી લેજે’ તેમ કહી ગાળો આપી હતી. તેમજ મૂંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. બી. કલસરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































