મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી રૂપિયા ૬૪ લાખની સનસનીખેજ લૂંટનો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. આ ગુનામાં પોલીસે લૂંટમાં વપરાયેલી સ્વિફ્ટ ડીઝાયર ગાડી અને રૂપિયા ૨૪ લાખની રોકડ રકમ સાથે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આખી ઘટનાનું કાવતરું મલેશિયા બેઠા-બેઠા ઘડવામાં આવ્યું હતું, જેમાં ભોળા નાગરિકોને વિદેશ (ઓસ્ટ્રેલિયા) મોકલવાની લાલચ આપીને તેમની પાસેથી રોકડ રકમ લૂંટી લેવાની એક સુનિયોજિત મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
આ ગેંગની કામ કરવાની રીત ખૂબ જ ચાલાક અને સિન્ડિકેટ પ્રકારની હતી. ડ્ઢઅજp દિનેશસિંહના જણાવ્યા અનુસાર, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નિલેશ બ્રહ્મભટ્ટ મલેશિયામાં બેસીને આખું નેટવર્ક ચલાવતો હતો. ગેંગના એજન્ટો ગુજરાતમાં સક્રિય હતા, જેઓ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપતા હતા.ફરિયાદી બળવંતસિંહ ચાવડાના નિવેદન મુજબ, એજન્ટ નિલેશે તેમના દીકરા સિદ્ધરાજ અને સાહેદ મુકેશભાઈ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને દિલ્હીની પ્લેનની ટિકિટ કરાવી આપી હતી.
એકવાર યુવાનો દિલ્હી પહોંચી જાય, ત્યારબાદ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ ગુજરાતમાં રહેલા તેમના પરિવારજનોને પેમેન્ટ (રોકડ રકમ) “બતાવવા” માટે કહેતો હતો.પૈસા જાવાના બહાને તે પોતાના માણસો (લૂંટારાઓ)ને મોકલતો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, બે હિન્દી ભાષી શખ્સો આવ્યા હતા, જેમણે પહેલા પૈસા ગણીને થેલામાં ભર્યા અને ત્યારબાદ અચાનક રિવોલ્વર જેવું હથિયાર બતાવીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
તા. ૧૯/૦૪/૨૦૨૬ના રોજ બપોરના દોઢેક વાગ્યે રાધે ગેસ્ટહાઉસમાં નિલેશ બ્રહ્મભટ્ટના કહેવાથી બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે ફરિયાદી પક્ષના સાહિલ વણઝારા અને જગદીશ વણઝારા પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવાના નક્કી થયેલા ૬૪ લાખ રૂપિયા જાવા માંગ્યા હતા. રોકડ જાયા બાદ, આ શખ્સોએ પિસ્તોલ જેવું હથિયાર કાઢી ડરાવી-ધમકાવીને ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ફરિયાદી બળવંતસિંહે જણાવ્યું કે લૂંટ કરવા આવેલા બે શખ્સો હિન્દી બોલતા હતા, જેમાંથી એક દાઢીવાળો અને એક દાઢી વગરનો હતો. આ મામલે વસઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જાતા એલસીબી પીઆઇ એસ.આર. ચૌધરીની રાહબરી હેઠળ એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં પોલીસને એક શંકાસ્પદ સ્વિફ્ટ ડીઝાયર કાર જાવા મળી હતી, જેની પાછળ સેફ્ટી ગાર્ડ લગાવેલું હતું. આ કાર લૂંટ બાદ ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને રાજસ્થાન તરફ ભાગી રહી હતી. શરૂઆતમાં કાર પર નંબર પ્લેટ ન હતી, પરંતુ ઊંઝા આગળ આરોપીઓએ નંબર પ્લેટ લગાવી દેતા કારનો નંબર આરજે-૧૯-સીએમ-૯૧૬૯ હોવાનું ટેકનિકલ તપાસમાં ખુલ્યું હતું. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે જાધપુર (રાજસ્થાન) ખાતેથી વીશનસિંગ ભંવરસિંગ રાઠોડ નામના શખ્સને લૂંટમાં ગયેલા ૧૪ લાખ રોકડા અને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે તેમને આ લૂંટ કરવા માટે વડોદરાના ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદે બોલાવ્યા હતા. પોલીસે તુરંત વડોદરા પહોંચીને ભાવેશ વાળંદની ધરપકડ કરી લીધી હતી અને તેની પાસેથી લૂંટના ૧૦ લાખ રૂપિયા જપ્ત કરી લીધા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આરોપી ભાવેશ વાળંદ સામે વડોદરા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં છેતરપિંડીના પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે વીશનસિંગ રાઠોડ ગાંધીનગરમાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે અને રાજસ્થાનમાં તેની સામે મારામારીના બે ગુના દાખલ છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓ, જેમાં મલેશિયા બેઠેલા યશ પટેલ અને નિલેશ બ્રહ્મભટ્ટનો પણ સમાવેશ થાય છે, તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ડીવાયએસપી દિનેશસિંહે જણાવ્યું કે આ ગેંગે અગાઉ પણ આ જ પ્રકારે પાંચ જેટલા ગુના આચરીને અનેક નિર્દોષ નાગરિકોને પોતાના શિકાર બનાવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.









































