કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ધોરણ ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની ‘નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ’ (NMMS) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બાબરા તાલુકાની શ્રી ચમારડી પે સેન્ટર શાળાના તેજસ્વી વિદ્યાર્થી મનીષ પરશુભાઈ પરમારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. મનીષે કુલ ૧૮૦ ગુણમાંથી ૧૨૪ ગુણ મેળવીને સમગ્ર બાબરા તાલુકામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.










































