રાજુલામાં આવેલી પૂંજાબાપુ ગૌશાળા વર્ષોથી બિનવારસી અને અશક્ત ગાયોની સેવા માટે જાણીતી છે, જ્યાં મુંબઈના વણિક મહાજનથી લઈને સ્થાનિક શ્રેષ્ઠીઓનો સહયોગ મળી રહ્યો છે. આ પરંપરાને આગળ ધપાવતા ગત ૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ રાજુલા મિત્ર મંડળના જયદેવસિંહ ગોહિલ, ભાવેશભાઈ વડ અને દીપકભાઈ ઠક્કર સહિતના સભ્યોએ ગૌશાળાની ગાયોને ૩૦૦૦ કિલો તરબૂચ તથા ૩૦૦ કિલો લીલા શાકભાજી ખવડાવી આશીર્વાદ મેળવ્યા હતા. સનાતન ધર્મમાં ગૌસેવાનું વિશેષ મહ¥વ છે, ત્યારે આવનારી પેઢીને માત્ર ભૌતિક સંપત્તિ જ નહીં પરંતુ સેવા અને પુણ્યનો વારસો પણ આપવો જોઈએ એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે મિત્ર મંડળ દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.









































