ગુજરાતમાં ઉનાળાએ હવે તેનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. કાળઝાળ ગરમીના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જાવા મળી રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી ૫ દિવસમાં ગરમી સિઝનના તમામ રેકોર્ડ તોડી શકે છે અને તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. ખાસ કરીને ૨૬ એપ્રિલે જ્યારે રાજ્યમાં મતદાન થવાનું છે, ત્યારે ગરમીનો પારો આસમાને પહોંચશે.
રંગીલા રાજકોટમાં અત્યારે ગરમીએ હાહાકાર મચાવ્યો છે. સોમવારે રાજકોટ ૪૧.૧ સે તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોરના સમયે રેસકોર્સ અને રિંગ રોડ જેવા ધમધમતા વિસ્તારો ખાલીખમ્મ જાવા મળી રહ્યા છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે ધોમધખતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું મુશ્કેલ હોવાથી સિગ્નલ બંધ રાખવામાં આવે અથવા છાયડાની વ્યવસ્થા કરવામાં આવે.
અમદાવાદમાં પારો ૪૦.૨ સે નોંધાયો છે, જે આગામી દિવસોમાં વધીને ૪૩ સે સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. જ્યારે સુરતમાં તાપમાન ૩૭.૫ સે હોવા છતાં ભેજનું પ્રમાણ ૫૭% જેટલું ઊંચું રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે અને પવનની ગતિ શાંત હોવાથી અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. અન્ય શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં ૪૦.૯ સે તેમજ ગાંધીનગર અને વડોદરામાં ૩૯.૬ સે તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડા. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં હજુ ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે. ૨૬ એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે, તે દિવસે અમદાવાદ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. મતદાન કરવા જતા નાગરિકોએ ગરમીથી બચવા છત્રી અને પાણી સાથે રાખવા સલાહ અપાઈ છે.
દેશના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ અને છત્તીસગઢમાં ગરમીને જાતા બપોરે ૧૨ઃ૩૦ થી ૪ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, કન્સ્ટ્રક્શન વર્કર્સ અને ટ્રાફિક પોલીસના કામના કલાકો પણ બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ જા ગરમી આ જ રીતે વધશે તો તંત્ર દ્વારા આવા કડક પગલાં લેવામાં આવી શકે છે.









































