અમદાવાદની શાળાઓ માં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડાની ઘટના જાણે વિરામ જ નથી લેતા અને શાળાઓમાં વિદ્યાર્થી વિદ્યાર્થી ઓ વચ્ચે એક ગેંગવોર ચાલતી હોય તેવી ઘટનાઓ દિવસે દિવસે બહાર આવી રહી છે ખોખરા ની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યા અન્ય વિદ્યાર્થી એ કરી હોવાની ઘટના બાદ બીજી અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. સોમવારે વટવા કેનાલ રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ પરિકર મારીને આંખ ફોડી નાખી હોવાની ઘટના નારોલ પોલીસના ચોપડે નોંધાઈ છે . બે વિદ્યાર્થીઓ વચ્ચે સગીરાને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો જે ઝઘડાને ભોગબનનાર સગીર શાંત પાડવા જતા અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
નારોલ વિસ્તારમાં આવેલા આબાદનગરમાં રહેતા અકરમ શેખે નારોલ પોલીસ સ્ટેશનમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. હીના શેખનો ૧૪ વર્ષીય દીકરો વટવા કેનાલ રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરે છે. સોમવારે હિના શેખને શાળામાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા દીકરાને કોઈ છોકરા એ આંખમાં પરિકર મારી દીધું છે, જેથી માતા હીના શેખ સ્કૂલમાં પહોંચી હતી પહેલી નજરે જાતા સામાન્ય વાગ્યું હોવાનું લાગ્યું હતું પણ જ્યારે માતા દીકરાને હોસ્પિટલ મા લઇ ને ગઈ અને તપાસ કરવામાં આવી તો ડોકટરે સર્જરી કરવા કહ્યું અને સર્જરી બાદ ભોગ બનાર દીકરાને આજીવન આંખ નહિ સારી થયાનું જાણવા મળતા પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડયા હતા.
નારોલ પોલીસ અને પરિવાર દ્વારા વિદ્યાર્થી ને પ્રાથમિક પૂછતા જાણવા મળ્યું હતું કે ૧૧ વાગ્યાની આસપાસ મારા ક્લાસમાં હાજર હતો દરમિયાન સ્કૂલની પરિક્ષાનો સમય થતા બાજુના ક્લાસમાં મિત્રએ ભોગબનનારને બોલાવવા આવ્યો હતો એ સમયે ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બોલાચાલી ચાલી રહી હતી. આ બન્નેની બબાલ શાંત કરવા માટે વચ્ચે પડ્યો ત્યારે મામલો વધુ બીચકયો હતો.ઉશ્કેરાયેલા અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાં રહેલુ પરિકર વિદ્યાર્થીની આંખમાં એક બાદ એક ત્રણ વાર મારી દીધુ હતું. ત્યારે આ ઝગડો કોઈ સગીરાને લઇ ને થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે નારોલ પોલીસે આ ઘટનાની જાણ થતાની સાથે જ નારોલ પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને હુમલો કરનાર વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.