કોડીનારની ૪ સાઈટ પ્રી-સ્કુલમાં વાર્ષિકોત્સવ અને એવોર્ડ સમારંભ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય મહેમાનો કાન્તિભાઈ ગોઢાણિયા, રમેશભાઈ ગોઢાણિયા અને દિલીપભાઈ મકવાણાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ હરિરાધેકૃષ્ણ સર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્લે ગ્રૂપથી સિનિયર કે.જી. સુધીના ૫૦ જેટલા બાળકોએ પ્રાર્થના, દેશભક્તિ ગીતો અને ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. પ્રિન્સિપાલ અંકિતા ગોઢાણીયાએ બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિક્ષકો અને બાલકૃષ્ણ ગોઢાણીયાની ટીમના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.









































