સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે પ્રચંડ જનસમર્થન માંગ્યું હતું. તેમણે કુકાવાવ ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં વિરાટ સભા સંબોધી કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. ત્યારબાદ બગસરામાં નગરપાલિકાના ઉમેદવારો માટે જાહેર સભા અને સાવરકુંડલામાં કાર્યકરો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. જાફરાબાદના ટીંબી ખાતે આયોજિત પ્રબોધ સંમેલનમાં ગેડિયાએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રવાસમાં જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિત અનેક વરિષ્ઠ આગેવાનો જોડાયા હતા. ગૌતમભાઈએ પોતાની આગવી વકતૃત્વ શૈલીમાં મતદારોને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા ભાવભરી અપીલ કરી હતી.