રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામેથી એક યુવાન રહસ્યમય રીતે ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી યુવકનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, સાંજણાવાવ ગામે રહેતા ૨૪ વર્ષીય શરદભાઇ ભરતભાઇ જોળીયા ગત તારીખ ૧૮/૦૪/૨૦૨૬ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ગામમાં ‘માવા’ લેવા જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં શરદભાઇ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. મિત્રો અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં યુવાનની કોઈ ભાળ મળી ન હતી.અંતે, આ મામલે ગુમ થનાર યુવાનના ભાઈએ રાજુલા પોલીસ મથકે જાણ કરી છે. પોલીસે ગુમશુદાની નોંધ કરી યુવાનની શોધખોળ શરૂ કરી છે. જો કોઈને આ યુવાન બાબતે જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.