અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં વ્યાપક ‘જન સંપર્ક પ્રવાસ’ ખેડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સવારના સમયે દોલતી, મેરિયાણા, ભમ્મર અને ઘાણલા સહિતના ગામોમાં મુલાકાત લીધી હતી, જ્યારે બપોર બાદ હાડીડા, મઢડા, નેસડી અને ધારગણી સહિતના ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રતાપ દૂધાતે નાગરિકો સાથે રહીને પરિવર્તન લાવવાની હાકલ કરી હતી. આ પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































