વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ડો. ઋત્વજ પટેલએ આકરા શબ્દોમાં કહ્યું કે, “ભાજપના જ વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે.”તેમણે આગળ કહ્યું, “કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.” આ નિવેદનમાં તેમણે પાર્ટીના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પણ સીધું નિશાન સાધ્યું હતું.આ નિવેદન બાદ ભાજપમાં નારાજગી વધુ તીવ્ર બની છે અને પાર્ટી ઠેર-ઠેર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત જાવા મળી રહી છે.
તેમણે આગળ કહ્યું, “કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.” આ નિવેદનમાં તેમણે પાર્ટીના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર પણ સીધું નિશાન સાધ્યું હતું.આ નિવેદન બાદ ભાજપમાં નારાજગી વધુ તીવ્ર બની છે અને પાર્ટી ઠેર-ઠેર ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત જાવા મળી રહી છે.ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભગાભાઈ બારડ (ભગા બારડે)એ સુત્રાપાડા વિસ્તારના ગોરખમઢી ગામે યોજાયેલી જાહેર સભામાં પોતાના સમાજના લોકોને સંબોધતા કહ્યું હતુંઃ“આ ચૂંટણીમાં જા કોઈએ ભાજપનો ભરોસો તોડ્યો, વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે. એવા લોકોને હું નહીં સ્વીકારું કે જેમના કારણે મેં કોઈને ભરોસો આપ્યો છે.”
ભગાભાઈ બારડ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયા હતા. તેમનું આ નિવેદન પણ તેમના સમાજમાં વિશ્વાસ તોડનારાઓ સામે સખત ચેતવણી તરીકે જાવામાં આવી રહ્યું છે.આ બંને નિવેદનો આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલના વિવાદિત નિવેદન પછી આવ્યા છે. મિતેષ પટેલે આંકલાવ વિસ્તારમાં કહ્યું હતું કે, જા કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો તે વિસ્તારને એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે. આ ત્રણેય ઘટનાઓએ ભાજપના પ્રચારમાં આક્રમકતા અને આંતરિક તણાવને ઉજાગર કર્યો છે.
ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને અનેક જગ્યાએ અસંતોષ જાવા મળ્યો છે. કોંગ્રેસ તરફથી પણ ભાજપ પર ઉમેદવારોને પ્રલોભન અને ધમકી આપવાના આરોપો લાગ્યા છે. બંને પક્ષો વચ્ચે આકરા પ્રહારો ચાલી રહ્યા છે.વાઘોડિયા અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં આવા નિવેદનોને કારણે સ્થાનિક સ્તરે રાજકીય વાતાવરણ ગરમાયું છે.








































