રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અને ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી બદલ માનસિંહ પરમારનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, અખિલ કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ, મહેશસિંહ રાજપૂત સહિત સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ માનસિંહ પરમાર તથા જયેશભાઈ રાદડિયાએ સંતાનોને સમય પ્રમાણે સારું શિક્ષણ અપાવી આગળ વધારવા તથા તેમના પર યોગ્ય દેખરેખ રાખવા અપીલ કરી હતી.










































