પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. ચાણક્ય એ કહ્યું છે કે ‘શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે’. તેવા જ કર્મઠ, પ્રામાણિક અને શિક્ષણજીવ ધરાવતા શ્રીમતી શિલ્પાબેન પટેલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હાલ જી.આઈ.ઈ.ટી, અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. વલ્લભ વિદ્યાનગર ખાતે રસાયણશાસ્ત્રના શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો.બી એસ. સી અને બી.એડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.એક શિક્ષિકા તરીકે વર્ગને સ્વર્ગ બનાવવા માટે સતત મથામણ અને પ્રયોગો દ્વારા શિક્ષણની યાત્રા નિરંતર ચાલુ રાખી.કર્મના સિધ્ધાંતને સાકાર અને આકાર કરવા સતત અભ્યાસ કરતા રહ્યા. તેમનું લક્ષ અને વિઝન શિક્ષણના સારા અધિકારી બનવાનું હતું. તેના માટે તેઓ ભગીરથ પુરુષાર્થ કરીને શિક્ષણ સેવા વર્ગ એકના મહિલા અધિકારી તરીકે તેઓ પસંદ થયા. નિરંતર શિક્ષણમાં અધિકારી તરીકે હોદ્દો સંભાળ્યો.છેવાડાના બાળકને મારાથી શું શ્રેષ્ઠ આપી શકાય તેવા ઉમદા ધ્યેય અને હેતુ સાથે કાર્ય કર્તા રહયા.ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમમાં જે જગ્યાએ તેમણે જવાનું થયું ત્યાં શિક્ષકો અને સંચાલક મંડળોને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ કરવા કહ્યું.ત્યારબાદ તેમની બદલી મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે થઈ. શિસ્ત અને શિક્ષણના આગ્રહી હોવાથી મહીસાગર જિલ્લાના ગ્રામ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટે ઓફિસથી લઈને દરેક સ્કૂલના આચાર્ય સાથે સંકલન સાધીને પરિણામ સુધારણા, શાળાને ભૌતિક અને માળખાકીય સુવિધા નિર્માણ કરવા સતત પ્રયાસ કર્યો. સૌપ્રથમ પ્રશ્નબેંક બનાવવાનો વિચાર અને તેનું અમલીકરણ બેનશ્રીના માર્ગદર્શનથી શરૂ થયું.મોટાભાગની સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈ શિક્ષણ યજ્ઞને વ્યાપક બનાવ્યો. મહીસાગર જિલ્લાના બોર્ડ પરિણામ સુધારવામાં તેમનો અનન્ય ફાળો રહેલો છે.
ખેડા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી થઈ. ખેડા જિલ્લામાં પરિણામ સુધારણા માટે પ્રશ્નબેંક, આચાર્યશ્રીઓની કર્મયોગી તેમજ ચિંતન શિબિર, શાળાના વહીવટી પ્રશ્નો, શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો અને રોજનું કામ રોજ થવું જોઈએ.ઓફિસ ટાઇમ બાદ પણ બેસીને કાર્ય કરવાની ક્ષમતાથી ખેડા જિલ્લાની છબી સુધારાત્મક અભિગમ તરફ લઈ ગયા.કોરોના સમયની અસર શિક્ષણમાં હોવાથી બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લાની બોર્ડ પરીક્ષાની પારદર્શકતા કેળવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે.પ્રામાણિક અધિકારીઓને બદલી જલ્દી થાય એ નિશ્ચિત છે.અધિકારી બન્યા છીએ તો બદલી તો થવાની જ છે. તેવા મક્કમ મને જ્યાં પણ સેવા કરવાની તક મળી છે તે કરવી જ રહી.
ખેડા જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે બદલી થઈ. કોઠારી કમિશનને કહ્યું છે કે “ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે” ત્યારે પ્રાથમિક શિક્ષકને અસરકારક બનાવવા માટે તેઓએ ઘણા બધા સકારાત્મક પ્રયોગો દ્વારા પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવા માટે પ્રયાસો કર્યા.પ્રાથમિક શિક્ષણ અધિકારી હોવાથી જિલ્લાના સંકલનની બેઠકથી માંડીને છેવાડાના ગામ સુધી પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગુણોત્સવ, ઇનોવેશન, વિજ્ઞાન મેળો,હ્લન્દ્ગ કાર્ય, મૂલ્ય શિક્ષણ,ડ્રોપ આઉટ રેશિયો,નિપુણભારત, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય,પ્રજ્ઞાપ્રોજેક્ટ,
મધ્યાહનભોજન,દ્ગજીછ,પ્રવેશોત્સવ તેમજ ગુણવત્તાયુક્ત મૂલ્યશિક્ષણ માટે તાલુકાના ્ઁઈર્ં અને મુખ્ય શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાનો એકમ છે. હકારાત્મક અભિગમથી સાથે રહીને પ્રાથમિક શિક્ષણને વ્યાપક બનાવ્યું.રાજ્યમાં ઉચ્ચ લેવલે બેન શ્રી ના કાર્યોની નોંધ લેવાઈ છે. બી.આર.સી,સી.આર.સી અને બી.આર.પીને કેપેસિટી બિલ્ડીંગ અંતર્ગત સક્ષમ ગુણવત્તાયુક્તના વર્કશોપનું કાર્ય કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને શાળાઓની ગુણવત્તાઓમાં અભિવૃધ્ધિ થાય તે માટે “ક્વોલિટી એજ્યુકેશન થ્રોટ મોટીવેશન ઓફ ટીચર્સ બી.આર.સી અને સી.આર.સી મોનિટરી ટીમ” વિષય ઉપર બેનશ્રી એ ન્યુપામાં દરખાસ્ત કરી હતી. જેનું દિલ્હી ખાતે પ્રેઝન્ટેશન થયુ હતુ. કાર્યોની ગુણવત્તા અને શિક્ષણ સેવાની સમીક્ષા થતા ન્યૂપા,દિલ્હી દ્વારા શિલ્પાબેનને રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઈ. ૩ સપ્ટેમ્બરના રોજ ન્યુપા એન.સી.ઈ.આર.ટી ન્યૂ દિલ્હી ખાતે “એવોર્ડ ફોર ઇનોવેશન એન્ડ ગુડ પ્રેક્ટિસ ઇન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટિવ ૨૦૨૩- ૨૪ અને ૨૦૨૪ -૨૫ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થતા ગૌરવ અને આનંદની અનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. ટૂંકા જ સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની શૈક્ષણિક રથયાત્રા નિર્માણ કરવામાં તેમનો અદભુત ફાળો રહ્યો છે.તેના જ થકી રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાથી સુપર ક્લાસવન અધિકારી તરીકે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગરમાં એસ. એસ. એના સેક્રેટરી તરીકે નિમણૂક થઈ ત્યાર બાદ અનેક શિક્ષણ સેવાકીય પ્રકલ્પો થતા રહ્યા છે અને થશે. બાહોશ અને પ્રામાણિક અધિકારી તરીકે જે તે વિભાગમાં કાર્ય કરવાની નિપૂર્ણતા કેળવી લીધી છે. હમણાં જ જી.આઇ.ઈ. ટી અમદાવાદ ખાતે બદલી થઈ છે. ત્યાં પણ કન્ટેન્ટના વિડિયો અને પ્રોજેક્ટ થશે. કર્મ એજ ધર્મ છે તે તેમનું વિઝન રહ્યું છે. પુનઃ આપશ્રીના વરદ હસ્તે શિક્ષણ સેવા ગુજરાતના બાળકો માટે સંજીવની સમાન હશે.તેમાં કોઈ બે મત નથી.ખૂબ ખૂબ શુભેચ્છા અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ..
Home ઉત્સવ સામાજીક અને શૈક્ષણિક ન્યૂ દિલ્હી ખાતે ઇનોવેશનનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવતા : શ્રીમતી શિલ્પાબેન પટેલ











































