કચ્છના પ્રસિધ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરે ખિસકોલીનું અદભુત દ્રશ્ય મોબાઇલ કેમેરામાં કેદ થયું હતું. મંદિર પરિસરમાં ફરતી ખિસકોલી જાણે ભગવાન મહાદેવના દર્શન કરવા આવી હોય તેમ શિવલિંગ નજીક પહોંચી હતી. આ અનોખું દ્રશ્ય જોઈ હાજર ભક્તોમાં કુતૂહલ સર્જાયું હતું. અમરેલીના રાજેશ પાનસુરીયાએ આ મનમોહક ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.