મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ માટે મુંબઈથી કોંકણમાં તેમના ઘરે જતા ગણેશ ભક્તોને નોંધપાત્ર રાહત આપી છે. ૧૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી કોંકણ જનારા મુંબઈકરોના વાહનોને પસંદગીના રૂટ પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. આ હેતુ માટે “ગણેશોત્સવ ૨૦૨૬ કોંકણ દર્શન” પાસ ફરજિયાત રહેશે. આ સમયગાળા દરમિયાન એમએસઆરટીસી બસો પણ ટોલ-ફ્રી રહેશે.
સરકારી પીડબ્લ્યુડી મંત્રી શિવેન્દ્રસિંહરાજે ભોંસલેએ જણાવ્યું હતું કે ટોલ માફી મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮, મુંબઈ-ગોવા રાષ્ટÙીય ધોરીમાર્ગ ૬૬ અને જાહેર બાંધકામ વિભાગ અને મહારાષ્ટÙ રાજ્ય માર્ગ વિકાસ નિગમ હેઠળ કોંકણના સંબંધિત રૂટ પર લાગુ થશે. વધુમાં, અટલ સેતુ દ્વારા કોંકણ જનારા ગણેશ ભક્તોના વાહનોને પણ ટોલ માફીનો લાભ મળશે.ટોલ મુક્તિ સરળતાથી મળી રહે તે માટે, “ગણેશોત્સવ ૨૦૨૬ કોંકણ દર્શન” નામનું એક ખાસ સ્ટીકર અથવા પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પાસ પર વાહન નંબર અને ડ્રાઇવરનું નામ હશે. પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ ચોકીઓ અને આરટીઓ ઓફિસો પર પાસ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, આ પાસ પરત ફરવા માટે પણ માન્ય રહેશે.
ગણેશોત્સવ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓથી કોંકણ અને કોલ્હાપુર જતી એસટી બસોને પણ ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન ટોલ પ્લાઝા પર વધતા ટ્રાફિક અને સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને, પોલીસ, ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગોને ખાસ સંકલન અને વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેર બાંધકામ મંત્રી શિવેન્દ્રસિંહરાજે ભોસલેએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ મહારાષ્ટÙની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જાડાયેલો એક મહત્વપૂર્ણ તહેવાર છે. સરકારે ગણપતિ બાપ્પાના સ્વાગત માટે કોંકણમાં તેમના ગામોની મુલાકાત લેતા ભક્તોની યાત્રા સલામત, સુગમ અને આનંદપ્રદ રહે અને તેમને કોઈ વધારાનો નાણાકીય બોજ ન પડે તે માટે ટોલ માફીનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે મુંબઈના જાણીતા જીએસબી સેવા મંડળે ૭૦૩.૨૭ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. અહીંના મહાગણપતિને ૬૬ કિલો સોના અને ૩૩૫ કિલો ચાંદીથી શણગારવામાં આવશે.







































