રાજુલા તાલુકાના નેશનલ હાઈવે સિવાયના મોટા ભાગના મુખ્ય માર્ગો અત્યંત ખરાબ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજુલા-સાવરકુંડલા, રાજુલા-ડુંગર, રાજુલા-ભેરાઈ, રાજુલા-જાફરાબાદ, બારપટોળી-ખાંભા અને રાજુલા-વાવેરા-વીજપડી રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડાઓને યોગ્ય રીતે પુરવામાં નહીં આવતા રીપેરીંગ બાદ પણ સમસ્યા યથાવત રહે છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો સર્જાવા સાથે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને એક કલાકનો રસ્તો કાપવામાં બે કલાક જેટલો સમય લાગી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા રોડ એક જ ચોમાસામાં બિસ્માર બનતા લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.તમામ માર્ગોનું તાત્કાલિક ઈન્સ્પેક્શન કરી યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.