બાબરા ટાઉનમાં નિલવડા રોડ જી.આઇ. ડી.સી. પાછળ ઓરડીએ ગમે તેવી બાયુને લઇને ન આવવું તેમ કહેતા ઇંટ-પથ્થરના ઘા માર્યા હતા. તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે રેખાબેન કરશનભાઇ પરમાર (ઉ.વ.૩૫)એ ખાલીદ કાદરભાઇ સૈયદ રહે.બાબરા તથા નેહા રહે.મુળ બાબરા હાલ સુરત રહેતા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કામના તેઓ તથા ખાલીદ સૈયદ મિત્ર તરીકે રહેતા હતા. તેમને ખાલીદ સૈયદ સાથે વીસેક દિવસ પહેલા ઝઘડો થયો હતો અને તેઓ અમદાવાદ મુકામે ગયા હતા ત્યારે ખાલીદ સૈયદ અને નેહા સાથે ફરતા હતા. બંન્ને જી.આઇ.ડી.સી. પાછળની ઓરડીએ સાથે ગયા હતા. જેથી તેઓ તેની ઓરડીએ જતા બંને સાથે જોઇ ગયા હતા. તેમણે ખાલીદ સૈયદને તેમની ઓરડીએ ગમે તેવી બાયુને લઇને ન આવવા બાબતે કહેતા સારું નહોતું  લાગ્યું અને જેમ-ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમને ગળાના ભાગે ભાખોડીયા ભર્યા હતા. તેમજ બંને આરોપીએ છુટા ઇંટ-પથ્થરના ઘા મારી માથામાં તથા વાંસામાં મુંઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.