રાજુલાના ચાંચબંદરમાં રહેતા મમતાબેન વિષ્ણુભાઈ ચૌહાણે (ઉ.વ.૪૨) લાલજી કાળુ ગુજરીયા, દીલુ લખમણ ગુજરીયા અને દિપકભાઈ લખમણભાઈ ગુજરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ગામમાં જાન જોવા માટે ગયા હતા. તે સમયે તેમને જાણવા મળ્યું કે તેમના દીકરા જીગર તથા તેના મિત્રોને દાડમા વિસ્તારમાં મારામારી થઈ છે. જેથી તેઓ પોતાના દીકરાને છોડાવવા જતાં લાલજી ગુજરીયાએ માથામાં કુહાડીનો ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા. ઉપરાંત અન્ય આરોપીઓએ તેના પુત્રને ઢીકાપાટુ માર્યા, જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. વી. પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.