ચિતલમાંથી વેપાની બાઈક ભરબપોરે ચોરાઈ હતી. આ અંગે પ્રકાશભાઈ અરવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની
રૂ. ૨૨,૦૦૦ની કિંમતની બાઈક ખોડીયારનગરમાં આવેલી તેમની દુકાન બહાર પાર્ક કરી હતી. બપોરેના બારેક વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે જી ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.









































