અમરેલી જિલ્લાના વડિયા ખાતે ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલ પરિસરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષ ઢોલરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.આ ઉજવણીમાં વડિયાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ અને સંસ્કૃતિને આલેખતા રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચ મનીષ ઢોલરીયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ.