આઝમ ખાનના પરિસર પર ઈડ્ઢ ના દરોડા પર સપા વડા અખિલેશ યાદવે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. અખિલેશે ઈડી પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ૧-૨% સમર્થકોને ખુશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે જેઓ તેમના ધર્મ અથવા જાતિ પ્રત્યે સંકુચિત વિચાર ધરાવે છે.
યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આઝમ ખાન પર ઈડ્ઢના દરોડાની વાત કરતા ટ્વિટર પર લખ્યું કે શિક્ષણ વિરોધી, શિક્ષક વિરોધી, શિક્ષાર્થી વિરોધી, શાળા બંધ કરવાનો વિરોધ કરનાર ભાજપ અને તેના સાથીઓ યુનિવર્સિટીઓ સ્થાપનારાઓ સામે ઈડ્ઢના દરોડા પાડી રહ્યા છે, જેથી તેમના બાકીના ૧-૨% સમર્થકોને સાંપ્રદાયિક, સંકુચિત માનસિકતા, અધ્યાત્મથી સંતોષી શકાય.
અખિલેશે ભાજપ સરકાર સામે અનેક કેસ અને આરોપો તાક્ય, પ્રશ્ન કર્યો કે આવા ભ્રષ્ટ લોકો સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી. અખિલેશે રામ મંદિર ચોરી, રેલ્વે, શાળાઓ અને રસ્તાઓની Âસ્થતિનો ઉલ્લેખ કર્યો. તેમણે ભ્રષ્ટ પોલીસકર્મીઓ, મહાકુંભ ભ્રષ્ટાચાર અને સ્માર્ટ સિટીઝના નામે અબજા ડોલરના કૌભાંડ સહિત અનેક અન્ય આરોપો પર ભાજપ સરકાર પર પણ હુમલો કર્યો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યુપીના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને વરિષ્ઠ સપા નેતા આઝમ ખાનના પરિસરમાં દરોડા પાડી રહ્યું છે. બુધવારે સવારે, ઈડ્ઢ ટીમોએ આઝમ ખાન અને તેમના સહયોગીઓના રામપુર, સહારનપુર અને દિલ્હી સહિત ૧૦ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. ઈડી ટીમો આઝમ ખાનના નાણાકીય વ્યવહારો, નાણાકીય નિયમિતતાઓ અને શંકાસ્પદ ભંડોળની તપાસ કરવા માટે આ દરોડા પાડી રહી છે.આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે ઈડ્ઢ ની ટીમો મુખ્યત્વે આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ, મૌલાના મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી અને મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટના પરિસરમાં ડિજિટલ પુરાવા શોધી રહી છે. આ પછી, સપાના વડા અખિલેશ યાદવે ભાજપ સરકારની આકરી ટીકા કરી છે.